નવી દિલ્હી: રાજધાની દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં એકવાર ફરી આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે.  ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે સાંજે 7.10 કલાક સુધીમાં દિલ્હીની 70 પૈકી 54 સીટના પરિણામ જાહેર થયા છે. જેમાં આમ આદમી પાર્ટી(AAP)નો 48 અને 6 સીટ પર ભાજપ(BJP)નો વિજય થયો છે. જ્યારે 14 પર આમ આદમી પાર્ટી લીડમાં છે, ભાજપ 2 બેઠક પર આગળ છે.


બિજવાસન સીટ પરથી 14 ઉમેદવારો હતા મેદાનમાં

દિલ્હીની બિજવાસન સીટ પરથી આમ આદમી પાર્ટીના ભૂપિન્દર સિંહ જૂનનો માત્ર 753 મતથી વિજય થયો છે. તેમણે ભાજપના સત પ્રકાશ રાણાને પરાજય આપ્યો હતો. આ બેઠક પરથી AAPના વિજેતા ઉમેદવારને 57,098 વોટ મળ્યા હતા. જ્યારે BJPના ઉમેદવારને 56,0203 અને Congressના ઉમેદવાર પ્રવીણ રાણાને 5893 વોટ મળ્યા હતા. બિજવાસન સીટ પરથી કુલ 14 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. NOTAને 442 મત મળ્યા હતા.

જીત બાદ કેજરીવાલે શું કહ્યું ?

જીત બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું, દિલ્હીના લોકોએ ગજબ કરી દીધું. આઈ લવ યૂ. તમામ દિલ્હીવાસીઓનો દિલથી આભાર. ત્રીજી વખત આપના પુત્ર પર વિશ્વાસ મુકવા બદલ દિલ્હીવાસીઓનો હ્રદયથી આભાર વ્યક્ત કરું છું. આ દરમિયાન મંચ પર કેજરીવાલ સાથે તેમના પત્ની પણ હતા, તે સિવાય સંજય સિંહ, રાઘવ ચડ્ઢા અને સંજય સિંહ ઉપસ્થિત હતા. કેજરીવાલે ક્હ્યું, આ માત્ર દિલ્હીના લોકોની જીત નથી ભારત માતાની જીત છે. સમગ્ર દેશની જીત છે. આજે મંગળવાર છે, હનુમાનજીનો દિવસ છે. હનુમાનજીનો ખૂબ ખૂબ આભાર.

Delhi Election Results: 2015ની જેમ 2020માં પણ ન ખુલ્યું કોંગ્રેસનું ખાતું, મતની ટકાવારી જાણીને ચોંકી જશો

દિલ્હીની જનતાએ BJP અને અમિત શાહને કરંટ લગાવવાનું કામ કર્યુઃ અમાનતુલ્લાહ ખાનનો પ્રહાર

મોદીના મિત્ર ટ્રમ્પ આવશે અમદાવાદ, વ્હાઇટ હાઉસે કરી સત્તાવાર જાહેરાત, જાણો વિગતે