નવી દિલ્હી: દિલ્હીના ફિલ્મીસ્તાન વિસ્તારના રાની ઝાંસી રોડ પર આવેલા અનાજના માર્કેટમાં આગ લાગવાની મોટી દુર્ઘટના બની છે. જેમાં મૃતકોની સંખ્યા વધીને 43 થઈ છે. ફાયરબ્રિગેડની 30 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. 50 થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું. આ ઘટના પર વડાપ્રધાન મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.


દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર 43 લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ લઈ જવાયા છે. કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રહેણાંક વિસ્તારમાં ચાલી રહેલી ફેક્ટ્રીમાં આગ લાગવાના સમયે 59 લોકો અંદર હતા.

V v tragic news. Rescue operations going on. Firemen doing their best. Injured are being taken to hospitals. https://t.co/nWwoNB4u3Q


જે ફેક્ટ્રીમાં આગી લાગી છે, તે સ્ક્વેર ફુટમાં ફેલાયેલી છે. અને અહીં બેગ પેકેજિંગનું કામ થાય છે.  ઘટના સવારે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. ત્રણ માળની બિલ્ડીંગમાં  ઉપરના માળે આગ લાગી હતી. જેના બાદ આગે આખી બિલ્ડિંગને ચપેટમાં લઈ લીધી હતી. આગના કારણે અફડા તફડીનો માહોલ સર્જાયો છે.


કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું કરીને કહ્યું કે,  તમામ સબંધિત વિભાગોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તાત્કાલિક જરૂરી પગલા ઉઠાવે.


આ ઘટના અંગે દિલ્હી ફાયર સર્વિસના ડેપ્યૂટી ચીફ ફાયર અધિકારી સુનીલ ચૌધરીએ જણાવ્યું કે, આગ પર કાબુ મેળવી લીધો છે. જ્યારે ફાયરબ્રિગેડની 30થી વધુ ગાડીઓ ઘટના સ્થળે છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ફાયર અધિકારીઓનું કહેવું છે કે, આ દિલ્હીમાં સૌથી મોટું રેસક્યૂ ઑપરેશન છે.