ઉન્નાવ રેપ કેસની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલમાં શુક્રવારે રાત્રે 11:40 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટએટેકને કારણે પીડિતાનું મૃત્યુ નીપજ્યું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. પીડિતાના પરિવારે કહ્યું કે મૃતદેહનું અગ્નિ સંસ્કાર નહીં કરવામાં આવે.ગામમાં સમાધિ બનાવીશું.
મૃતકોના પરિવારે જ્યારે મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે સપાના એમએલસી સુનીલ સાજન, પૂર્વ ધારાસભ્ય ઉદય રાજ યાદવ અને પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ધર્મેન્દ્ર યાદવ સહિત અન્ય નેતાઓ હાજર હતા. મોટી સંખ્યામાં પોલીસકર્મીને પણ તૈનાત કરી દેવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના સરકારે પીડિતાના પરિવારને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. દિવંગત પીડિતાના પરિવારને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 25 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે પ્રધાનમંત્રી આવાજ યોજના હેઠળ એક ઘર અને આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાશે તેનું પરિવારને આશ્વાસન આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં જામીન પર છૂટેલા સામુહિક દુષ્કર્મના આરોપીઓએ પીડિત યુવતીને જીવતી સળગાવી દીધી હતી. રાજધાનીના સફદરગંજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પીડિતાની હાલત નાજુક હતી, તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી.