નવી દિલ્હી: પોલીસ કસ્ટડીમાંથી ફરાર ગેંગસ્ટર કુલદીપ ઉર્ફ ફજ્જા (Gangster Kuldeep Fajja)ને દિલ્હી પોલીસે એનકાઉન્ટર (Encounter)માં ઠાર કર્યો છે. કુલદીપ ઉર્ફ ફજ્જા (Kuldeep Fajja)ને દિલ્હી પોલીસ ( Delhi Police) ની સ્પેશિયલ સેલે ત્રણ માર્ચ 2020ના રોજ દિલ્હીના વોન્ટેડ લિસ્ટના નંબર વન ક્રિમિનલ જિતેન્દ્ર ગોગી સાથે ગુરુગ્રામથી ધરપકડ કરી હતી. તે સમયે પોલીસે 4 ગેંગરસ્ટરની ધરપકડ કરી હતી. જેના કુલ સાડા દસ લાખ રૂપિયાનું ઈનામ હતું. દિલ્હીમાં એક સાથે આટલા મોટા ગેંગસ્ટર્સની આ પ્રથમ ધરપકડ હતી.
કુલદીપ ઉર્ફ ફજ્જા (Kuldeep Fajja) દિલ્હીમાં રોહિણીના સેક્ટર 14ના તુલસી એપાર્ટમેન્ટ પાસે એનકાઉ્ટરમાં માર્યો ગયો હતો. પોલીસને જાણકારી મળી હતી કે કુલદીપ અહીં એક ફ્લેટમાં છુપાયેલો છે. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે સ્પેશિલ સેલની ટીમ અહીં પહોંચી ત્યારે કુલદીપે ગોળીઓ ચલાવી હતી. જવાબી કાર્યવાહીમાં તે ઠાર મરાયો હતો.
પોલીસે કુલદીપના 2 સાથીઓની ધરપકડ કરી છે. તેણે કુલદીપને છૂપવામાં મદદ કરી હોવાનો આરોપ છે. ગુરુવારે કુલદીપના સાથી પોલીસ પર ફાયરિંગ કરીને તેને ભગાડી લઈ ગયા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, કુલદીપને ભગાડવાનું પ્લાન બેન્કોક (bangkok)માં ઘડવામાં આવ્યું હતું.
ત્રણ દિવસ પહેલા અથડામણમાં એક ગેંગસ્ટર માર્યો ગયો હતો
કુલદીપ ફજ્જાને ગુરુવારે દિલ્હી પોલીસની ત્રીજી બટાલિયન સારવાર માટે જીટીબી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તે દરમિયાન કુલદીપના સાથીઓએ તેની કસ્ટડીમાંથી ભગાડવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. તેના જવાબમાં પોલીસે પણ ફાયરિંગ કર્યું હતું. કુલદીપ તો ફરાર થઈ ગયો હતો પરંતુ તેનો એક સાથી માર્યો ગયો હતો અને એક ઝડપાયો હતો.
કુલદીપ રોહિણી સેક્ટર 14 માં તુલસી એપાર્ટમેન્ટના ફ્લેટમાં છુપાયો હતો. પોલીસ જ્યારે તેને કબજે કરવા ગઈ ત્યારે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે પોતાના બચાવમાં ગોળી ચલાવી હતી જે કુલદીપને વાગી હતી. તેના બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં કુલદીપનું મોત નીપજ્યું.