નવી દિલ્હી: નવા કૃષિ કાયદાના વિરોધ (New farm laws)માં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. ખેડૂતો (Farmers)ના આંદોલનને 4 મહિનાનો સમય થઈ ગયો છે. આજે આંદોલનનો 122 મો દિવસ છે. આ વખતે ખેડૂતો (Farmers) દ્વારા આપવામાં આવેલા ભારત બંધ ( Bharat bandh)ની વધારે અસર જોવા મળી નહોતી. આંદોલનકારીઓએ(Protesters) માર્ગ અને રેલ માર્ગને જામ કરવા પર જોર લગાવ્યો હતો પરંતુ તે બજારોમાં બિનઅસરકારક રહ્યું હતું હવે 28 માર્ચે ખેડુતો ટીકરી બોર્ડર (Tikri border) પર હોળીનો  કાર્યક્રમ રાખ્યો છે. હોલીકા દહન (Holika Dahan)માં કૃષિ કાયદા (Farm laws) ની નકલો સળગાવવામાં આવશે.



ગાઝીપુર બોર્ડર (Ghazipur border) પર આંદોલનની આગેવાની કરી રહેલા ભારતી કિસાન યુનિયન (Bhartiya kisan union)ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત (Rakesh tikait) પોતે આ બિલની કોપીઓ સળગાવશે.  રાકેશ ટિકૈતે ખેડૂતોને આહવાન કર્યું છે કે, રવિવારે સાંજે હોલીકા દહનના અવસર પર કૃષિ કાયદાની કોપી સળગાવીને સરકારને એ સંદેશ આપો કે કૃષિ કાયદો(farm laws) અમને મંજૂર નથી. 


બાંગ્લાદેશના વડાપ્રધાન હસીના શેખે PM મોદીને શું આપી ગિફ્ટ? બંને દેશો વચ્ચે શું થયા મહત્વના સમજૂતી કરાર
હોલીકા દહન (Holika Dahan)માટે બુલંદશહેર (bulandshahr) જિલ્લાના ભટોણા ગામની ટીમ ગાઝીપુર સરહદે(Ghazipur border)  પહોંચશે. જો કે, ખેડુતો રંગ કે ગુલાલથી હોળી નહીં રમે, પરંતુ એકબીજાને માટીથી તિલક કરશે. સોમવારે ખેડુતોએ રંગોથી હોળી નહીં રમવાનો નિર્ણય લીધો હતો. ખેડુતો (Farmers) તે દિવસે માટીમાંથી એક બીજાને તિલક કરશે. આંદોલન દરમિયાન શહીદ થયેલા ખેડુતોને શ્રદ્ધાંજલિ આપવા આ નિર્ણય ખેડુતોએ લીધો છે. ચાર મહિનાથી નવા કૃષિ કાયદાના વિરોધમાં ગાઝીપુર બોર્ડર(Ghazipur border)  પર આંદોલન કરી રહેલા ખેડૂતો પણ અહીં હોળીની ઉજવણી કરશે.


અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં પ્રવેશવા માટે હવે કરવું પડશે આ કામ ? જાણો ગુજરાત સરકારે શું કરી મોટી જાહેરાત