નવી દિલ્લીઃ ભારતની રાજધાની દિલ્લીએ (Delhi) મોટો રેકોર્ડ બનાવ્યો છે. દિલ્લી વિશ્વના મોટા મોટા શહેરોને પાછળ છોડીને સૌથી વધુ સીસીટીવ (CCTV Camera) હોવાનો રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. દિલ્લીએ આ મામલે વિક્સીત દેશના મોટા મોટા શહેરોને પણ પાછળ છોડી દીધા છે. દિલ્લીમાં પ્રતિ વર્ગ મીલ 1826 સીસીટીવી કેમેરા લાગેલા છે, જે ચેન્નાઇ કરતા ત્રણ ગણા વધુ અને મુંબઇ કરતા 11 ગણા વધુ છે.



ફોર્બસ મેગેઝિને કરેલા સર્વેમાં દિલ્લી અને ચેન્નઇ દુનિયામાં સૌથી વધુ સીસીટીવી ધરાવતા શહેરો છે. જેમણે ચીનના શહેરોને પણ પાછળ છોડી દીધા છે. પર સ્ક્વેર માઇલ્સ સીસીટીવી કેમેરાની સંખ્યાની દ્રષ્ટીએ દિલ્લી દુનિયામાં પહેલા નંબરે આવ્યું છે. ચેન્નઇ ત્રીજા અને મુંબઈ 18માં નંબરે આવ્યા છે. 






દુનિયામાં સૌથી વધુ સીસીટીવી કેમેરાનો રેકોર્ડ બનતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખુશી વ્યક્ત કરી છે. સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યુ કે, અમને આ જણાવતા ખુશી થઇ રહી છે કે દિલ્લીએ પ્રતિ વર્ગ મીલ સૌથી વધુ સીસીટીવી કેમરા લગાવવાની બાબતમાં શાંઘાઇ, ન્યૂયોર્ક અને લંડન જેવા શહેરોને પાછળ છોડી દીધા છે. દિલ્લીમાં પ્રતિ વર્ગ મીલ 1826 કેમેરા લાગેલા છે, જ્યારે લંડનમાં પ્રતિ વર્ગ મીલ 1138 કેમેરા લાગેલા છે. મિશન મોડ પર કામ કરનાર અમારા અધિકારીઓ અને એન્જીનિયરોને મારી શુભેચ્છા, જેમની મદદથી અમે આટલા ઓછા સમયમાં આ ઉપલબ્ધી મેળવી લીધી છે. 


દેહરાદૂન-ઋષિકેશ વચ્ચેનો બ્રિજ ધરાશાયી થતાં વાહનો ખાબક્યા નદીમાં , સામે આવ્યો વીડિયો

India Corona Updates: સતત બીજા દિવસે કોરોનાના 40 હજારથી વધારે નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસ 11 હજાર વધ્યા


India Coronavirus Updates: ભારતમાં કોરોના સંકટ હવે ફરી વધવા લાગ્યું છે. સતત બીજા દિવસે 40 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે સવારે લેટેસ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યો છે. મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં 44,658 નવા કોરોના કેસ સામે આવ્યા છે અને 496 કોરોના સંક્રમિતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અગાઉના દિવસે 46,164 કોરોના કેસ આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 32,988 લોકો પણ કોરોનાથી સાજા થયા છે એટલે કે ગઈકાલે 11,174 એક્ટિવ કેસ વધ્યા છે. દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થવાનું મુખ્ય કારણ કેરળ છે.

અગાઉના દિવસે કેરળમાં સૌથી વધુ 30,007 નવા કેસ નોંધાયા હોવાથી રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 39.13 લાખ થઈ ગઈ છે. જ્યારે 162 દર્દીઓના મોત બાદ મૃતકોની સંખ્યા 20,134 પર પહોંચી છે. રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના નવા કેસોની સંખ્યા 30 હજારથી વધુ છે. ભારતમાં કુલ કોરોના કેસ કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 26 લાખ 3 હજાર લોકોને ચેપ લાગ્યો છે. આમાંથી 4 લાખ 36 હજાર 861 લોકોના મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધીમાં 3 કરોડ 18 લાખ 21 હજાર લોકો સાજા થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા ત્રણ લાખથી વધુ છે. કુલ 3 લાખ 44 હજાર લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.