નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર સતત (Corona Cases) વધી રહ્યો છે. આ દરમિયાન વધુ એક મોટા રાજ્યએ નાઈટ કરફ્યૂ (Night Curfew) લાદવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં (Delhi Night Curfew) રાત્રે 10 થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ લાદવામાં આવ્યો છે. આદેશ 30 એપ્રિલ સુધી લાગુ રહેશે અને તેનો અમલ આજથી જ શરૂ કરી દેવાશે.

Continues below advertisement


કોરોનાના વધતા મામલાને લઈ કેજરીવાલ સરકારે (Arvind Kejriwal) આ મોટો ફેંસલો કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ, દિલ્હીમાં કરોનોનાના એક્ટિવ કેસની સંખ્યા 14,589 છે. જ્યારે 6,54,277 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દિલ્હીમાં કોરોનાથી 11,096 લોકોના મોત થયા છે.



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 96,982 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 446 લોકોના મોત થયા છે. જોકે 50,143 લોકો ઠીક પણ થયા છે.  



  • કુલ કેસ-  એક કરોડ 26 લાખ 86 હજાર 049

  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 17 લાખ 32 હજાર 279

  • કુલ એક્ટિવ કેસ - 8 લાખ 88 હજાર 23

  • કુલ મોત - એક લાખ 65 હજાર 547


આઠ કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 8 કરોડ 31 લાખ 10 હજાર 966 ડોઝ આપવામાં આવ્યા છે.


રિકવરી રેટના મામલે ભારતનો નંબર અમેરિકા બાદ આવે છે. જ્યારે મોતના મામલે અમેરિકા, બ્રાઝીલ અને મેક્સિકો બાદ ભારત ચોથા નંબર પર છે. દેશમાં કોરોનાનો મૃત્યુ દર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 94 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા વધીને 4.55 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે વિશ્વમાં ભારત 5માં સ્થાન પર છે.


વેપારીઓ માટે નવી આફત, મોદી સરકારે શું લીધો મોટો નિર્ણય ?


Rajkot Coronavirus:  સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં હોળી બાદ કોરોનાનું તાંડવ, 5 દિવસમાં 66 દર્દીને કોરોના ભરખી ગયો


Surat Coronavirus: રાજ્યના આ શહેરમાં કાળમુખા કોરોનાએ 13 વર્ષના બાળકનો ભોગ લેતાં ફફડાટ, કોરોનાના નહોતા કોઇ લક્ષણ