દેશના સૌથી મોટા પ્રોજેક્ટ દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ વેના ફેઝ- 1નું વડાપ્રધાન મોદી આવતીકાલે ઉદ્ધાટન કરશે. લગભગ 1386 કિલોમીટર લાંબા એક્સપ્રેસ વે દિલ્હી અને મુંબઈને જોડશે અને મુસાફરનો સમય લગભગ 12 કલાક જેટલો ઘટાડી નાખશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે શરૂ થયા બાદ અનેક શહેરો વચ્ચેનું અંતર પણ ઘટી જશે. આ એક્સપ્રેસ વેના રસ્તામાં અનેક મોટા શહેરો આવે છે. જેમાં ગુજરાતના શહેરોને પણ ફાયદો થવાનો છે. આ પ્રોજેક્ટ માટે 5 રાજ્યો- દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 15 હજાર હેક્ટર જમીનનું સંપાદન કરાયું છે.






PM મોદીએ રવિવારે સોહના-દૌસા એક્સપ્રેસ વેનું ઉદ્ધાટન  કર્યા બાદ દિલ્હી અને જયપુર વચ્ચેનો પ્રવાસનો સમય ઘટીને 2 કલાક થઈ જશે. આ પ્રોજેક્ટ માટે 5 રાજ્યો- દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 15 હજાર હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે.






ચાલો જાણીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે વિશેની 10 મોટી વાતો.


 


1- એક્સપ્રેસ વે પર મુસાફરોના અનુભવને સારો બનાવવા માટે રસ્તામાં 94 સાઇડ સીન અને સુવિધાઓ હશે.


2- એક્સપ્રેસ વે પર 40 થી વધુ મુખ્ય ઇન્ટરચેન્જ હશે જે કોટા, ઇન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરતની કનેક્ટિવિટી સુધારશે.


3- દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે 8-લેન એક્સેસ-નિયંત્રિત ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે હશે, જેને ભવિષ્યમાં 12 લેન સુધી વિસ્તૃત કરી શકાશે.


4-દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પ્રોજેક્ટનો સોહના-દૌસા સ્ટ્રેચ મંગળવારથી ટ્રાફિક માટે ખોલવામાં આવે તેવી શક્યતા છે.


5- દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેથી દિલ્હી અને મુંબઈ વચ્ચેનું અંતર 180 કિમી ઘટશે. અગાઉ આ અંતર 1,424 કિલોમીટર હતું, જે હાઈવે ખુલ્યા બાદ ઘટીને 1,242 કિલોમીટર થઈ જશે.


6-દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણ માટે 6-12 લાખ ટન સ્ટીલનો ઉપયોગ થવાનો છે, જે 50 હાવડા બ્રિજની બરાબર છે.


7- 2018માં પ્રોજેક્ટનું પ્રારંભિક બજેટ 98,000 કરોડ રૂપિયા હતું. આ પ્રોજેક્ટ 10 કરોડ માનવ-દિવસ રોજગારીનું સર્જન કરશે.


8-દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે એશિયાનો પ્રથમ અને વિશ્વનો બીજો એક્સપ્રેસવે છે, જ્યાં વન્યજીવો માટે ઓવરપાસની સુવિધા આપવામાં આવી છે.


9-દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અત્યાધુનિક ઓટોમેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે.


10-હાઈવે માટે 5 રાજ્યો- દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 15 હજાર હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે.