નવી દિલ્હી: ભારતમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ઘણી હોસ્પિટલોને કોવિડ-19ની સારવાર માટે રાખવામાં આવી છે. પરંતુ દરેક કોરોના વાયરસ દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. હોસ્પિટલો પર સતત દર્દીઓને દબાવ વધી રહ્યો છે. એવામાં કેટલીક પ્રાઈવેટ હોસ્પિટલોએ હોમ આઈસોલેશન જેવી સુવિધા શરૂ કરી છે. એટલે કે લક્ષણ વગરના અને સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને ઘરમાં આઈસોલેટ કરી શકે છે અને તેની સારવાર ઘરમાં જ થશે અને એ પણ કેંદ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશ અનુસાર.

મેક્સ હોસ્પિટલ, ફોર્ટિસ હોસ્પિટલ અને મેદાંતા મેડિસિટી જેવી કેટલીક હોસ્પિટલોએ કોરોના સંક્રમિત દર્દી જેમનામાં લક્ષણ હજુ નથી આવ્યા અથવા માઈલ્ડ સિમ્ટમ્સ એટલે કે સામાન્ય લક્ષણ છે તેમણે ઘરમાં જ સારવાર આપવાની સુવિધા શરૂ કરી છે. આ દરમિયાન હોસ્પિટલ જેવી સુવિધાઓ પોતાના ઘરે બેઠા જ મેળવી શકે છે. હોસ્પિટલ જવાની જરૂર નથી.

કોરોના વાયરસના સતત વધી રહેલા કેસના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. જે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી તેના માટે કેંદ્ર સરકાર પહેલાથી દિશા નિર્દેશ જાહેર કરી ચૂક્યું છે તેઓ પણ હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

આમાં દર્દીને ન માત્ર દૂરથી મોનિટર કરવામાં આવે છે પરંતુ તેની દવાથી લઈને ખાવા પર પણ ધ્યાન આપવામાં આવે છે. જો કોઈને ડાયાબિટીસ અથવા બીપી જેવી કોઈ ફરિયાદ છે અથવા તેની તબિયત ખરાબ થઈ રહી છે તો તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

તેમાં દર્દીઓએ એક એપ ડાઉનલોડ કરવાની રહેશે જેમાં ટેમ્પરેચર, હાર્ટ રેટ,રેસ્પિરેટ્રી રેટ, નવા લક્ષણો જેવી જાણકારી તેમા ભરવાની રેશે. જે ડૉક્ટરો દ્વારા મોનિટર કરવામાં આવે છે.

ડૉક્ટર અને નર્સ દ્વારા દરરોજ ટેલીકંસલ્ટેશનની સુવિધા.

કઈ દવા લેવાની છે તેની જાણકારી અને દવાઓની હોમ ડિલીવરી.

હોમ આઈસોલેશનના નિયમ અને કઈ રીતે રહેવાનું તેની જાણકારી.

ડાયટિશિયન દ્વારા જમવાનું નક્કી કરવાનું.

આ દરમિયાન મનોચિકિત્સક સાથે કન્સલ્ટેશન

હોમ આઈસોલેશન કિટ જેમાં હેન્ડ સૈનિટાઈઝર, ગ્લોવ્ઝ,ઓક્સીમીટર, ટેમ્પરેચરની તપાસ માટે થર્મોમીટર, ડિસ્પોઝેબલ નેપકિન્સ, માસ્ક આ પ્રકારની વસ્તુઓ હોય છે.

જ્યારે હોમ આઈસોલેશન પીરિયડ દરમિયાન ટેસ્ટિંગની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે જે આઈસીએમઆર દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર થશે.