મુખ્યમંત્રી કેજરીવાલની દીકરી સાઈબર ફ્રોડનો શિકાર
સોફાની જાણકારી સામે આવ્યા બાદ એક વ્યક્તિએ કેજરીવાલની દીકરીનો સંપર્ક કર્યો. તેણે એ સોફો ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી. આ દરમિયાન મુખ્યમંત્રીની દીકરીને ખબર ન પડી તે ખરીદી કરનાર વ્યક્તિ હકીકતમાં સાઈબર ઠગ છે. ઠગે કેજરીવાલની દીકરીના એકાઉન્ટમાં કેટલાક રુપિયા ટ્રાન્સફર કરવાની વાત કહી. મુખ્યમંત્રીની દીકરીના એકાઉન્ટમાં ઓછી રકમ જમા કરાવવામાં આવી. રકમ કેજરીવાલની દકરીના એકાઉન્ટમાં આવી ગઈ. તેનાથી તેનો વિશ્વાસ પાક્કો થઈ ગયો કે રકમ ટ્રાન્સફર કરનાર વ્યક્તિ અસલી કરીદદાર છે, નકલી નથી.
સાઈબર ઠગે ખાતામાંથી ઉપાડી લીધા 34 હજાર રૂપિયા
ત્યાર બાદ એ વ્યક્તિએ કેજરીવાલની દીકરીને એક ક્યૂઆર કોડ સ્કેન કરવા માટે ક્હયું, તેણે જેવો જ કોડ સ્કેન કર્યો કે તેના ખાતામાંથી 20 હજાર રૂપિયા ગાયબ થઈ ગયા. કેજરીવાલની દીકરીએ તેને ફોન કર્યો અને ઘટના વિશે જણાવ્યું. તેના જવાબમાં ઠગે કહ્યું કે, ભૂલથી થઈ ગયું હશે, આ વખતે નહીં થાય. પરંતુ ફરી એક વખત સાઇબર ફ્રોડનો સીએમની દીકરીને સામનો કરવો પડ્યો. તેના ખાતામાંથી 14 હજાર રૂપિયા ઉપડી ગયા. અંતમાં કેજરીવાલની દીકરીને સમજાઈ ગયું કે તે ફ્રોડનો ભોગ બની ગઈ છે. ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.