નવી દિલ્હી: દિલ્હી પોલીસ કોરોના વોરિયર્સ તરીકે ફ્રન્ટ લાઈનમાં રહીને સતત કામ કરી રહી છે. પરંતુ કોરોનાની લડાઈમાં દિલ્હી પોલીસ પણ મુશ્કેલીમાં આવી ગઈ છે. અત્યાર સુધીમાં દિલ્હી પોલીસના 210 જવાનો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. પરંતુ તેમા સારી વાત એ છે કે 103 પોલીસકર્મીઓ સારવાર લીધા બાદ એકદમ સ્વસ્થ થયા છે જ્યારે 107 પોલીસકર્મીઓની સારવાર ચાલી રહી છે. કોરોનાની આ લડાઈમાં કાલે એક પોલીસ જવાને જીવ ગુમાવ્યો હતો. ભરતનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અમિતનું કોરોનાથી મોત થયું હતું.


મોટાભાગના પોલીસકર્મીઓ ફિલ્ડમાં હોવાના કારણે કોરોનાથી સંક્રમિત થયા છે. જેની શરૂઆત દિલ્હીના ચાંદની મહેલ વિસ્તારથી થઈ. કારણ કે ચાંદની મહેલ શરૂઆતમાં કોરોનાનું સૌથી મોટું હોટ સ્પોટ હતું. નિઝામુદ્દીન મરકજથી નિકળેલા જમાતી અહી રહેતા હતા. તેમના કારણે ચાંદની મહેલ પોલીસ સ્ટેશનના 9 પોલીસકર્મી કોરોના પોઝિટિવ થયા હતા. એટલું જ નહી મરકજ મામલે તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચની ટીમના સભ્યો પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતા. આ સિવાય શાહદરા જિલ્લાના એડિશનલ ડીસીપી રોહિત રાજબીર અને તેમનો સ્ટાફ પણ કોરોના પોઝિટિવ નિકળ્યો હતો.

હવે સીનિયર અધિકારીઓ સમય સમય પર પોતાના સ્ટાફ માટે કોરોનાથી બચવાને લઈને તેમનું ડૉક્ટર્સ સાથે કાઉન્સિલિંગ કરાવી રહ્યા છે. ઈમ્યૂનિટીને કઈ રીતે વધારવામાં આવે તે સમય-સમય પર પોલીસકર્મીઓને જણાવવામાં આવી રહ્યું છે.