નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે જેને કારણે ગરીબ લોકોને તકલીફ પડી રહી છે ત્યારે દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યુ કે, ડોક્ટરોની ટીમ સારુ કામ કરી રહી છે. આવનારા દિવસોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે. કોરોના સામે લડવા માટે દિલ્હી સરકારે ત્રણ તબક્કામાં તૈયારી કરી છે.

સાથે કેજરીવાલે કહ્યું કે, આ સંકટમાં કોઇ પણ ગરીબને ભૂખ્યો રહેવા દઇશું નહીં. દરરોજ 20 હજાર લોકોને જમાડી રહ્યા છીએ. 325 સ્કૂલોમાં આજથી ત્રણ લાખ લોકોના જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવતીકાલથી ચાર લાખ લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવશે. તમામ સ્કૂલમાં 500 લોકોના લંચ અને ડિનરની વ્યવસ્થા છે. અનેક સામાજિક સંસ્થાઓ તેમાં મદદ કરી રહી છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે કહ્યુ કે દેશમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 724 થઇ છે.દેશમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા છે.