આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાશે અને એ પહેલા રાજસ્થાનની જનતાનો મૂડ જાણવા માટે એબીપી ન્યૂઝે લોકનીતિ-સીએસડીએસ સાથે સર્વે કર્યો છે. સર્વેમાં સામે આવેલા આંકડા ભાજપ માટે ચિંતા ઉભી કરી શકે છે.
સર્વે મુજબ રાજસ્થાનમાં હાલ વિધાનસભાની ચૂંટણી યોજાય તો કૉંગ્રેસ વોટ શેર મામેલ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. કૉંગ્રેસ 44 ટકા વોટ શેર સાથે નંબર વન પાર્ટી બની શકે છે જ્યારે ભાજપ 39 ટકા વોટ શેર સાથે બીજા નંબરની પાર્ટી બની શકે છે. કૉંગ્રેસ અને ભાજપના વોટ શેરમાં ખૂબ મોટું અંતર જોવા મળી શકે છે. જ્યારે અન્યના ખાતામાં 13 ટકા વોટ શેર જઈ શકે છે. આ આંકડાની જો 2013માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સાથે તુલના કરવામાં આવે તો ભાજપને આ વખતે 6 ટકા વોટ શેરનું નુકશાન થઈ શકે છે, જ્યારે કૉંગ્રેસને 13 ટતા વોટ શેરનો ફાયદો થઈ શકે છે. વર્ષ 2013માં ભાજપનો વોટ શેર 45 ટકા અને કૉંગ્રેસનો વોટ શેર 33 ટકા હતો.
આ વર્ષે ફેબ્રુઆરીમાં રાજસ્થાનમાં થયેલી પેટા ચૂંટણીના પરિણામોએ કૉંગ્રેસના સત્તામાં વાપસી કરવાના સંકેત આપ્યા છે. અજમેર, અલવર સીટ પર થયેલી લોકસભાની પેટા ચૂંટણી અને માંડલગઢ બેઠક પર વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે બાજી મારી હતી અને સચિન પાયલોટના નેતૃત્વમાં રાજસ્થાન કૉંગ્રેસે આ વર્ષની શરૂઆત સારી રીતે કરી છે. આ વર્ષે યોજાનારી મધ્ય પ્રદેશ અને રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે અગ્ની પરિક્ષા છે.
મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પર એબીપી ન્યૂઝે CSDS-લોકનીતિ સાથે મળીને દેશનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો છે. આ સર્વે 28 એપ્રિલ 2018થી 17 મે 2018 વચ્ચે કરવામાં આવ્યો છે. 19 રાજ્યોમાં 700 સ્થળોની 175 વિધાનસભા બેઠકો પર જઇને 15859 લોકોનો મત જાણવામાં આવ્યો છે.