બોલિવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ અને એકટ્રેસ તાપસી પન્નુ અને મધુ મનટેના ઘરે આવકવેરા વિભાગના દરોડા પડ્યાં છે.મધુ મનટેનાની ટેલેન્ટ મેનેજર કવનની ઓફિસમાં પણ આવકવેરા વિભાગના અધિકારી પહોંચ્યા હતા.
બોલિવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ, એક્ટ્રેસ તાપસી પન્નુ અને મધુ મેનટેના ઘરે આઇટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ટેક્સ ચોરીના મામલે ફેટમ ફિલ્મ સાથે જોડાયેલા લોકો સામે આઇટી વિભાગે તપાસ હાથ ધરી છે. તેમાં ડાયરેક્ટર અનુરાગ કશ્યપ, તાપસી પન્નુ, વિકાસ બહલ, મનટેના સહિતના લોકો સામે આઇટી વિભાગે તપાસ હાથ ઘરી છે
આવકવેરા વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ટેક્સ ચોરીના મામલે ફેટમ ફિલ્મ સાથે જોડાયેલા લોકો સામે આઇટી વિભાગ તપાસ કરી રહી છે. આઇટી વિભાગ અન્ય લોકોની પણ ફિલ્મ ફેટમ મુદ્દે ટેક્સ ચોરી મામલે શોધખોળ કરી રહી છે.
કયા બોલિવૂડ એક્ટ્રેસ અને ડાયરેક્ટરના ઘરે પડ્યાં આઇટીના દરોડા, જાણો કયા સંદર્ભે શરૂ કરાઇ તપાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Mar 2021 01:25 PM (IST)
બોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર અને જાણીતી એક્ટ્રેસના ઘરે આઇટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ટેક્સ ચોરીના મામલે ફેટમ ફિલ્મ સાથે જોડાયેલા લોકો સામે આઇટી વિભાગે તપાસ હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -