રાજસ્થાન: રાજસ્વ ખાનગી નિદેશાલયે (ડીઆરઆઈ) ઉદ્દેપુર સ્થિત એક ફેક્ટરીમાંથી 3,000 કરોડ રૂપિયાથી વધુ રકમની પ્રતિબંધિત નશીલી દવા મળી આવી છે. અને આ કેસમાં બૉલીવુડના નિર્માતા સુભાષ દૂધાનીની ધરપકડ કરવામાં આવી છે. ડીઆરઆઈ અધિકારીઓએ ઉદ્દેપુર સ્થિત મરૂધર ડ્રિંક્સ કંપનીના પરિસરમાં રેડ કરી હતી, અને તેમાંથી એક રૂમમાંથી પ્રતિબંધિક મેડેક્સ ગોળીઓ કાર્ટૂનમાંથી આવી હતી. તેને કેંદ્રીય આબકારી અને સીમાશુલ્ક બોર્ડ (સીબીઈસી)ની તપાસ શાખા ડીઆરઆઈ દ્વારા અત્યાર સુધીની સૌથી મોટી નશીલી દવાઓનો જથ્થો બતાવવામાં આવ્યો છે.
સીબીઈસીના અધ્યક્ષ નજીબ શાહે જણાવ્યું, ‘ગોળીઓની કુલ સંખ્યા બે કરોડથી વધારે છે અને તેનું વજન લગભગ 23.5 મેટ્રીક ટન છે. અંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલી ગોળીઓની કીંમત લગભગ 3000 કરોડ રૂપિયાથી વધારે છે. શાહે જણાવ્યું, ‘અમે માસ્ટરમાઈંડની ધરપકડ કરી લીધી છે અને ડ્રગ સિંડિકેટમાં જોડાયેલા અન્ય લોકોને પકડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. નજીબ શાહે જણાવ્યું કે બૉલીવુડના ફિલ્મ નિર્માતા સુભાષ દૂઘાનીનો વેપાર અને સંપત્તિ મુંબઈંમાં પણ છે. તેમને જણાવ્યું કે ડીઆરઆઈને મુંબઈના માસ્ટરમાઈંડ વિશે માહિતી મળી અને સુરક્ષા દળ ‘બીએસએફ’ની મદદથી તેમને ઉદ્દેપુરમાં ખબર પડી અને ત્યારબાદ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.