કોરોનાની બીજી લહેર સામે હાલ દુનિયા જંગ લડી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,61,500 નવા કેસ સામે આવ્યાં છે. તો 1,501 લોકોનું મૃત્યું થયું છે. કોવિડની બીજી લહેરમાં વેક્સિનેટ લોકો સંક્રમિત થતાં અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે.
દેશ સહિત દુનિયાના મોટાભાગના દેશો હાલ કોવિડની બીજી લહેર સામે જંગ લડી રહ્યાં છે. તો બીજી બાજુ દેશમાં વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે. જો કે વેક્સિનેટ થયેલા વ્યક્તિઓ મોટી સંખ્યામાં કોરોના સંક્રમિત થતાં અને વેક્સિન સામે સવાલ ઉભા થવા સ્વાભાવિક છે. એકસ્પર્ટએ આ મામલે અધ્યનના આધારે કટેલાક તારણો રજૂ કર્યો છે.
શું વેક્સિન કોરોના વાયરસ સામે કારગર છે?
કોરોના વાયરસના નવા સ્ટ્રેન એટલે કે મ્યુટેશનને એકસપર્ટ આ માટે જવાબદાર ગણાવે છે. એકસપર્ટના મત મુજબ મ્યુટેશનના કારણે વેક્સિન કારગર નથી નિવડી રહી. એકસ્પર્ટના મત મુજબ કોવિડ-19ની વેક્સિન વાયરસ સામે લડત આપે છે જો કે વેક્સિનેટ થયા બાદ કોરોનાનું જોખમ સંપૂર્ણ ઘટી જતું નથી. વેક્સિનેટ વ્યક્તિ સંક્રમિત થાય તો પણ તેમના માટે સંક્રમણ જીવલેણ નથી થતું.
ભારતમાં ક્યો કોરોના વાયરસનો સ્ટ્રેન ફેલાયો?
વાયરસના સ્ટ્રેનનો ફેલાવો અન્ય વિસ્તારમાંથી આવતા જતાં પ્રવાસીઓ પર ડિપેન્ડ કરે છે. ઉદાહરણ તરીકે હાલ દિલ્લી અને પંજાબમાં કોરોનાનો બ્રિટિશ સ્ટ્રેન જોવા મળી રહ્યો છે. તો મહારાષ્ટ્રમાં વાયરસના ડબલ મુટન્ટના કેસ જોવા મળી રહ્યાં છે. આ રીતે જુદા જુદા દેશની ટ્રાવેલ હિસ્ટ્રી મુજબના નવા સ્ટ્રેનના કેસ જુદા જુદા રાજ્યોમાં જોવા મળી રહ્યાં છે.
શું બે વેક્સિનના ડોઝ લીધા બાદ બૂસ્ટર ડોઝ લેવો જરૂરી?
એકસ્પર્ટના મત મુજબ બે વેક્સિનના ડોઝ લીધા બાદ પણ બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે. ફર્સ્ટ વેક્સિન ડોઝ ઇમ્યુનિટીને પ્રાઇમરી સ્ટેજ પર લાવે છે અને સેકેન્ડ ડોઝ પ્રાઇમરીથી ઉપરના લેવલે લઇ જાય છે. જયારે બૂસ્ટર ડોઝ ઇમ્યુનિટીની ટોપ ગિયરમાં મૂકે છે.