નવી દિલ્લીઃ આવતી વર્ષે યુપીમાં યોજાનાર ચુંટણીની લઇને કૉંગ્રેસે અગાઉથી તૈયારી કરી લીધી છે. તેના ભાગ રૂપે કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ઓપચારીક યુપી ચુંટણીના પ્રચારની શરૂઆત કરી દીધી હતી. યુપીની રાજધાની લખનઉમાં પક્ષના કાર્યકર્તા સાથે 'ઉદ્દઘોષ' કાર્યક્રમમાં રાહુલે કાર્યકર્તા સાથે ચર્ચા કરી હતી. અને કાર્યકર્તાઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.
રાહુલ ગાંધીએ શીલા દિક્ષિતને યુપીના સીએમ ઉમેદવાર બનાવવાને લઇને જણાવ્યું હતું કે, શીલાજીને દિલ્લીના લોકો યાદ કરી રહ્યા છે. કોઇ પણ વ્યક્તિની ઉમ્ર નહી તેના વિચાર મહત્વના હોય છે. અમે શીલાજીને એટલા માટે ઉમેદવાર બનાવ્યા કેમ કે, અમે મહિલાઓની લડાઇ લડવા માંગીએ છીએ.
રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, અહીં બેનર લાગેલા છે. જેમા લખવામાં આવ્યુ છે 27 સાલ સે પુપી બેહાલ. અનેક પક્ષો યુપીને તડવા માટે લાગેલા છે. અમે યુપીને જોડવા માગીએ છીએ ફરી યુપીને નંબર એક પર લઇને આવિશું.
પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે, રાહુલ ગાઁધીની સભામાં 80,000 કાર્યકર્તા આવ્યા હતા. આ સભા પહેલા રાહુલ ગાંધીનો એક પદયાત્ર કરવાનો પણ હતો. પરંતું સુરક્ષા કારણોસર પ્રશાસને તેમને મંજુરી આપી નહોતી.