કોરોના સંક્ટના કારણે ડીજીસીએ ભારતમાં કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડાન પર 31 ડિસેમ્બર સુધી પ્રતિંબધ લગાવ્યો છે. દેશમાંથી 31 ડિસેમ્બર સુધી કોઈ કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડાન ભરીને બહાર નહીં જઈ શકે કે અન્ય દેશમાં આવી શકશે નહીં. જોકે, આ દરમિયાન વંદે ભારત મિશન અંતર્ગત ખાસ ઉડાનો ચાલુ રહેશે.
દેશમાં કોરોના સંક્ટ હજુ પણ હળવું થયું નથી. ચાલુ વર્ષે 23 માર્ચથી કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડાન પર પ્રતિબંધ લાગેલો છે. ત્યારે ઘરેલુ વિમાન સેવાને બંધ કરી દેવાઈ હતી પરંતુ 25 મેથી ઘરેલુ ઉડાન ફરીથી શરૂ થઈ ગઈ છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 35,551 કેસ અને 526 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 95,34,965 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 89,73373 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને 1,38,648 લોકોના કોરોનાના કારણે મોત થયા છે.
આવતીકાલથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 શ્રેણી, જાણો કેટલા વાગે કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ
Covid-19 Vaccine: કોરોના સામે રક્ષણ મેળવવા રસીના એક ડોઝ માટે કેટલી રકમ ચૂકવવી પડશે ? જાણો વિગતે
જો તમારી પાસે પણ છે 10 રૂપિયાની આવી જૂની નોટ તો કમાઈ શકો છો તગડી રકમ