ડોમિનિકા હાઈકોર્ટે પાડોશી દેશ એન્ટીગુઆ અને બારબુડાથી રહસ્યમય પરિસ્થિતિઓમાં ગાયબ થયા બાદ દેશમાં ગેરયાદેસર રીતે પ્રવેશવાના મામલે ભાગેડુ હીરા કારોબારી મેહુલ ચોકસીના જામીન ફગાવી દીધા છે. સ્થાનીક મીડિયાએ તેની જાણકારી આપી છે.
ચોકસી 2018થી એન્ટીગુઆન ને બારબુડામાં નાગરિક તરીકે રહે છે. એન્ટીગુઆ ન્યૂઝરૂમના અહેવાલ અનુસાર હાઈકોર્ટે શુક્રવારે (સ્થાનીક સમય અનુસાર) પોતાના નિર્ણયમાં કહ્યું કે, ચોકસીના ભાગી જાવનું જોખમ છે. ચોકસીને મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા જામીન ફગાવી દીધા બાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી.
નોંધનીય છે કે, પંજાબ નેશનલ બંકને 13500 કરોડોનું ફુલેકુ ફેરવનાર મહા કૌભાંડી અને વોન્ટેડ એવા હિરા વેપારી મેહુલ ચોકસીની કેરેબિયન વિસ્તારમાં આવેલ ડોમિનિકા નામના ટાપુ પરથી ધરકડ કરવામાં આવી હતી.
ભાગેડુ મેહુલ ચોક્સી કેરેબિયન ટાપુ એન્ટીગુઆથી 23 મે, 2021ને રવિવાર ફરાર થઈ ગયો હતો. તેની પાસે કેરેબિયન દેશની નાગરિકતા પણ હતી. એન્ટિગુઆ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચોક્સીને છેલ્લે રવિવારે તેની કારમાં જોયો હતો. પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેની કાર મળી હતી પરંતુ ચોક્સીનો કોઈ પત્તો મળ્યો ન હતો. ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે મંગળવારે કહ્યું હતું કે મેહુલ ચોકસી 23 મેથી ગાયબ છે.
ડોમિનિકા કેરેબિયન દરિયામાં આવેલ નાનકડો ટાપુ છે. છેલ્લાં ઘણાં દિવસથી મેહુલ ચોકસી એન્ટિગા અને બર્બુડા ટાપુ પરથી ગુમ થયાના અહેવાલ હતા. બાદમાં એન્ટિગા પોલીસે તેને શોધવા માટે ઇન્ટરપોલની મદદ માગી હતી.
બાદમાં ઇન્ટપોલે મેહુલ ચોકસી વિરૂદ્ધ યલો કોર્નર નોટિસ બહાર પાડી હતી. જેના પગલે તે પકડાઈ ગયો છે. ભારતમાં ભાગી ગયા બાદ મેહુલ ચોકસી છેલ્લાં ઘણાં સમયથી એન્ટિગામાં રહેતો હતો.
મેહુલ ચોક્સીનાં વકીલે દાવો કર્યો છે કે તેનો અસિલ એન્ટિગુઆનો નાગરિક છે, આવી સ્થિતીમાં તેને સ્થાનિક લોકોને મળનારા તમામ અધિકાર પ્રાપ્ત છે
ચોક્સીએ જાન્યુઆરી 2018 માં ભારતથી ભાગતા પહેલા 2017માં કેરેબિયન ટાપુ રાષ્ટ્ર એન્ટિગુઆ અને બાર્બુડાની નાગરિકતા મેળવી હતી.જો કે હજું સુધી તે જાણી શકાયું નથી કે તે શા માટે ડોમિનિકા ગયો હતો.
નોંધનીય છે કે, મેહુલ ચોક્સી અને તેના ભત્રીજા નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના કેટલાક બેંક અધિકારીઓ સાથે મળીને 13,500 રૂપિયાની છેતરપિંડી કરી છે, હાલમાં નિરવ મોદી લંડનની જેલમાં બંધ છે. બંને સામે સીબીઆઈ તપાસ ચાલી રહી છે.