જો આપ આપની બેન્ક સિવાય બીજી બેન્કના એટીએમ મશીનમાંથી પૈસા કાઢો છો તો આપને વધુ પૈસા ચૂકવવા પડશે. ભારતીય રિઝર્વ બેન્કે  ATMથી કેસ કાઢવાથી માંડીને પિન બદલવા, બેલેન્સ ચેક કરવા સહિતની સર્વિસ ચાર્જમાં વધારો કરી દીધો છો. તો શું છે આ ઇન્ટર જેન્સ ફીસ જાણીએ..



ઇન્ટરચેન્જ ફીસ શું હોય છે. તેને એક ઉદાહરણથી સરળતાથી સમજી શકાય. માની લો કે, આપની પાસે SBIનું કાર્ડ છે અને આપ તેનો ઉપયોગ ICICI બેન્કના ATM મશીન પર કરો છો તો. આ સ્થિતિમાં CICI બેન્ક મર્ચન્ટ બેન્ક થઇ ગઇ અને તે તેમના મશીન પર કાર્ડના ઉપયોગ માટે SBI પાસેથી શુલ્ક વસૂલે છે. જેને ઇન્ટરફીસ કહેવાય છે. જો કે તે આપના ટ્રાન્જકશનને મોંઘું કરી દે છે. 


જો આપ એ વિચારતાં હો  કે આ બેન્કનો ચાર્જ છે, જે આપની પાસેથી વસૂલે છે પરંતુ એવું નથી.  બેન્ક તેમના ગ્રાહકો માટે એક નિશ્ચિત સીમા સુધી બીજા બેન્કના એટીએમથી પૈસા કાઢવા અને ઇન્કવાયરીની અને પિન ચેન્જ કરવાની સુવિધા આપે છે. આ સીમા પૂર્ણ થતાં ગ્રાહકોને શુલ્ક આપવું પડે છે. 



ભારતીય રિઝર્વ બેન્ક બીજા બેન્કના એટીએમથી કેશ કાઢવાના શુલ્ક 15 રૂપિયાથી વધીને 17 રૂપિયા અને બેલેન્સ ઇન્કાવયરી અથવા પિન ચેન્જનું શુલ્ક 5 રૂપિયાથી 6 રૂપિયા કરવામાં આવ્યું છે. આ રાશિ બેન્કની આપસી લેવડ દેવડ માટે વધારવામાં આવી છે. આ પહેલા ઇન્ટરરફીસમાં ફેરફાર ઓગસ્ટ 2012માં કરવામાં આવ્યો હતો. જ્યારે ગ્રાહકોને કેટલું શુલ્ક આપવું તેનો છેલ્લો ફેરફાર ઓગસ્ટ 2014 કરવામાં આવ્યો છે. તો હવે આપને કેટલું શુલ્ક આપવામાં આવશે. 


આપ વિચારી રહ્યો હો કે, આ ઇન્ટરચેન્જ ફી વધતાં આપના ખિસ્સા પર કેટલો બોજ વધવાનો છે, ગભરાવવની જરૂર નથી. હવે એક લિમિટ બાદ બીજા બેન્કના એટીએમમાંથી ટ્રાન્જેકશન પર બેન્ક ગ્રાહકથી મેક્સિમમ  20 રૂપિયાનું શુલ્ક  વસૂલ કરે છે. આરબીઆઇએ લિમિટ નક્કી કરી છે કે, હવે શુલ્ક વધારીને 21 રૂપિયા કરી દેવાયું છે. 


રિઝર્વ બેન્કે તેના સકર્યુલરમાં  સ્પષ્ટ કર્યુ છે કે, બેન્ક અરસપરસ લેવામાં આવતી ઇન્ટર ફીસ આ વર્ષે ઓગસ્ટે વધારી શકે છે. જો કે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતું ભાડુ 21 રૂપિયા આવતા વર્ષ 2022 જાન્યુઆરી બાદ લાગૂ થઇ શકે છે. અત્યારે બેન્કના ગ્રાહકોને તેમના ખુદના બેન્કની એટીએમથી એક મહિનામાં 5 મફત ટ્રાન્જેકશન મળે છે. તેમાં કેસ કાઢવાથી માંડીને બેન્ક ઇન્કવાયરી પણ સામેલ છે. જ્યારે ગ્રાહકોને બીજા બેન્કની એટીએમમાંથી  શહેરમાં  3 અને  નોન મેટ્રો શહેરમાં 5 લેણદેણની સુવિધા મળે છે. શુલ્ક વધ્યા બાદ પણ ગ્રાહકોને આ સુવિધા મળતી રહશે. એટલે કે આપને આ ટ્રાન્જેકશન પર  લિમિટ ખતમ થયા બાદ 21 રૂપિયાનું શુલ્ક આપવું પડશે.