નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે ડિનર માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્નીએ તેમનું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પણ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયાને રાષ્ટ્રપતિ ભવનમાં ડિનર માટે આવેલા તમામ મહેમાનો સાથે મુલાકાત કરાવી હતી.


રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં આયોજિત ડિનરમાં આ મેન્યૂ રાખવામાં આવ્યું છે.


રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ડિનરમાં સંગીતકાર એઆર રહેમાન અને શેફ વિકાસ ખન્ના પણ હાજર છે.


ત્યારબાદ ટ્રમ્પ અને મેલાનિયાએ રાષ્ટ્રપતિ ભવનમાં રાખેલી ઐતિહાસિક કલાકૃતિઓ વિશે જાણકારી મેળવી હતી. દરબાર હોલમાં બન્ને દેશા રાષ્ટ્રપતિએ સાથે તસવીર ખેંચાવી હતી.


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે રાષ્ટ્રપતિ ભવન પહોંચતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્નીએ તેમનું સ્વાગત કર્યું હતું.