વોશિંગટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ફરી એક વખત પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના વખાણ કર્યા છે. ટ્રંપે કહ્યું કે મોદી મારા મિત્ર છે અને તેઓ મહાન નેતા છે. મીડિયા સાથે વાતચીતમાં ટ્રંપે કહ્યું પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી મારા મિત્ર છે અને તેઓ ખૂબ જ સારૂ કામ કરી રહ્યા છે. આ સરળ નથી પરંતુ તેઓ ખૂબ જ સારૂ કામ કરી રહ્યા છે.


અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવાની છે. ભારતીય-અમેરિકી મતદારો વિશે ટ્રંપે કહ્યું તેમને લાગે છે કે મોટાભાગના ભારતીય-અમેરિકી તેને જ મત આપશે. ટ્રંપે ફ્રેબ્રુઆરીમાં પોતાની ભારતીય યાત્રા અને પ્રધાનમંત્રી મોદીની હ્યૂસ્ટન યાત્રાના અદ્ભૂત ગણાવી હતી. ટ્રંપે ભારતના લોકોની પ્રશંસા કરતા કહ્યું અહીંના લોકો મહાન છે. તેમણે એક શાનદાર નેતાને પસંદ કર્યા છે. તેમણે કહ્યું કે તેમને ભારતીય લોકો અને પીએમ મોદીનું સમર્થન પ્રાપ્ત છે.

કોરોના વાયરસ મહામારી માટે ફરી એક વખત ટ્રંપે ચીનને જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું આ સમયે રશિયા કરતા પણ વધારે ચીનની ચર્ચા થવી જોઈએ, કારણ કે તે જે કામ કરી રહ્યું છે, તે ખૂબ જ વધારે ખરાબ છે. તેમણે કહ્યું ચીનના એક વાયરસને દુનિયાભરના 188 દેશોમાં તબાહી મચાવી રાખી છે. દુનિયાભરે તેને જોયું છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રિપબ્લિકન અને ડેમોક્રેટિક બંને પાર્ટીઓ ભારતીય-અમેરિકી સમાજને મનાવવામાં લાગી છે. માનવામાં આવી રહ્યું છે કે મોટાભાગના ભારતીય-અમેરિકીની પ્રથમ પસંદ ડેમોક્રેટ્રિત પાર્ટી હોય છે. આ વખતે ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીએ ભારતીય -અમેરિકી કમલા હેરિસને ઉપ રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવ્યા છે. અમેરિકામાં 4 નવેમ્બરે રાષ્ટ્રપતિ ચૂંટણી થશે.