દુષ્યંત ચૌટાલએ કહ્યું 'જેજેપીના ધારાસભ્યોએ મને પોતાને નેતા પંસદ કર્યો છે. મને કોઈ પાર્ટી સાથે વટાઘાટ કરવાનો અધિકાર નથી. જે પાર્ટી સમ્માન આપશે અમે તેને સમર્થન આપવા પર વિચાર કરશું. અમારૂ કામ હરિયાણાની જનતાના મુદ્દાઓ ઉઠાવવાનું છે. અમે કૉમન મિનિમમ પ્રોગ્રામના મુજબ નવી સરકારને સમર્થમ આપશું.'
દુષ્યંત ચૌટાલાએ ભાજપની સાથે જવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું, જે પાર્ટી હરિયાણાને એક સારી અને મજબૂત સરકાર આપી શકે છે અમે તેની સાથે જવા પર વિચાર કરી રહ્યા છીએ. કેટલાક સાથીઓએ ભાજપ સાથે જવાની વાત કરી છે, જ્યારે કેટલાક સાથીઓએ કૉંગ્રેસને સમર્થન આપવાની વાત કરી છે. પરંતુ જે પાર્ટી સન્માન આપશે અને જનતાના હિત માટે કામ કરવાની વાત કરશે અમે તેની સાથે જઈશું. જેજેપી હરિયાણામાં ત્રીજા નંબરની પાર્ટી બનીને ઉભરી છે અને તેમના ખાતામાં કુલ 10 બેઠકો છે.