નવી દિલ્હીઃ કોરોના અને વરસાદની વચ્ચે દેશમાં વધુ એક મોટી આફત આવી છે. દેશના ત્રણ રાજ્યોમાં ગુરુવારે સવારે ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા.

નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજી અનુસાર, સૌથી પહેલા હિમાચલ પ્રદેશના ઉનામાં પરોઢીયે 4.47 વાગે ભૂકંપ આવ્યો. જેની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર 2.3ની આંકવામાં આવી. ત્યારબાદ ગુજરાતના રાજકોટમાં સવારે 7.40 વાગે રિએક્ટર સ્કેલ પર 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. પછી આસામના કરીમગંજમાં સવારે 7.57 વાગે રિએક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

કઇ રીતે આવે છે ભૂકંપ?
પૃથ્વીના બહારની સપાટી સાત મુક્ય અને કેટલીક નાની પટ્ટીઓમાં વહેંચાયેલી હોય છે. 50 થી 100 કિલોમીટર સુધીની પહોળાઇના આ પરત સતત ફરતી રહે છે. આના નીચે તરલ પદાર્થ લાવા હોય છે અને આ પ્લેટ આ લાવા પર તરતી રહે છે, અને આના ટકરાવવાથી ઉર્જા નીકલ છે, જેને ભૂકંપ કહે છે.

ભારતીય ઉપમહાદ્વીપને ભૂકંપના ખતરાથી સીસમિક ઝૉન 2,3,4,5 વહેંચવામાં આવ્યો છે. પાંચમુ ઝૉન સૌથી વધુ ખતરા વાળુ માનવામાં આવે છે. પશ્ચિમી અને કેન્દ્રીય હિમાલય ક્ષેત્ર સાથે જોડાયેલા કાશ્મીર, પૂર્વોત્તર અને કચ્છનુ રણ આ ક્ષેત્રમાં આવે છે.



ગુજરાતના રાજકોટમાં ભૂકંપના જોરદાર આંચકા.....
રાજકોટમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા, મળતી માહિતી મુજબ રાજકોટમાં સવારે 7.39 કલાકે 4.8ની તીવ્રતાનો ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે. રાજકોટ ઉપરાંત ગોંડલ તાલુકાના કેટલાક ગામડાઓમાં પણ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

જેતપુર અને વીરપુરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ધોરાજી, સાવરકુંડલા અને જૂનાગઢના કેટલાક વિસ્તારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જસદણ અને અમરેલીના પણ કેટલાક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

રાજકોટથી 22 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ રહ્યું છે. ભૂકંપને કારણે કેટલીક ઇમારોતમાં તિરાડો પડી ગઈ છે. જો કે હજુ સુધી કોઈપણ જાનહાનિનાં સમાચાર સામે આવ્યા નથી.