નવી દિલ્લીઃ કેંદ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઇરાની વિરુદ્ધ ખોટી શૈક્ષણીક માહિતી આપવાના મામલે દિલ્લી પટિયાલા હાઉસ કોર્ટમાં ચુટણી આયોગે જાણકારી આપી હતી. ચુંટણી આયોગે કહ્યું કે, સ્મૃતિ ઇરાનીની ડિગ્રી સાથે જોડાયેલા દસ્તાવેજો કોર્ટમાં આપવામાં આવ્યા હતા. આ મામલે કોર્ટ 18 ઓક્ટોબરે સુનવણી હાથ ધરવામાં આવશે.


ચુંટણીમાં કેંડીડેટ સોગંદનામું આપે છે. જેમા તેને પોતાના અભ્યાસ વિશે પણ માહિતી આપવી પડે છે. જેમા દર વખતે તેના સોગંદનામમાં તેના અભ્યાસની કૉલમમાં આપવામાં આવેલી જાણકારી બદલાતી રહી છે.