Sharad Pawar on Eknath Shinde Oath: એકનાથ શિંદેના મુખ્યમંત્રીના શપથ સાથે મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણનો અંત આવ્યો છે. આ દરમિયાન NCP પ્રમુખ શરદ પવારનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. શરદ પવારે કહ્યું કે, તેમણે કલ્પના પણ નહોતી કરી કે, એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે. આ સાથે તેમણે શિંદેને સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.


દેવેન્દ્ર ફડણવીસ ખુશ ન હતાઃ શરદ પવાર
NCP સુપ્રિમો શરદ પવારે કહ્યું, "હું એકનાથ શિંદેને તેમની નવી જવાબદારી માટે અભિનંદન આપું છું. તેમણે આટલી મોટી સંખ્યામાં ધારાસભ્યોને ગુવાહાટી લઈ જવાની તાકાત બતાવી. તેમણે લોકોને શિવસેના છોડવા માટે પ્રેરિત કર્યા." આ સાથે શરદ પવારે કહ્યું કે, "જેણે મુખ્યમંત્રી તરીકે કામ કર્યું તેણે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હોય તેનું ઉદાહરણ દેવેન્દ્ર ફડણવીસે આપ્યું છે. મને ફડણવીસના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે, તેઓ ખુશ દેખાતા નહોતા."


નોંધનીય છે કે, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સાંજે 7.30 વાગ્યા પછી દક્ષિણ મુંબઈના રાજભવનમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા એકનાથ શિંદેએ થાણે જિલ્લામાં શિવસેનાના દિવંગત નેતાઓ- બાળ ઠાકરે અને તેમના રાજકીય ગુરુ આનંદ દિઘેને શ્રદ્ધાંજલિ આપ્યા હતા ત્યાર બાદ શપથગ્રહણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. શપથ ગ્રહણ સમારોહ પછી, શિંદેના સમર્થકોએ છત્રપતિ શિવાજી મહારાજ, શિવસેનાના સ્થાપક બાલ ઠાકરે અને દિઘેની પ્રશંસા કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. શિંદેએ સમારોહ પછી કહ્યું, 'રાજ્યનો વિકાસ મારી પ્રાથમિકતા છે. હું સમાજના તમામ વર્ગને સાથે લઈ જઈશ.'


આ પણ વાંચોઃ


Maharashtra : CM બન્યા એકનાથ શિંદે, DyCM બન્યા દેવેન્દ્ર ફડણવીસ, જાણો શા માટે વધ્યું શિંદેનું કદ


Agnipath Scheme: આ રાજ્યની વિધાનસભાએ અગ્નિપથ યોજનાના વિરોધમાં પ્રસ્તાવ પસાર કર્યો


PIB Fact Check: શું હવે ભારત સરકાર સોશિયલ મીડિયા ફોન કોલ્સ પર નજર રાખશે? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવાની સત્યતા