EC Order on Kumar Vishwas: કવિ અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસના વિવાદીત નિવેદનના પ્રસારણને તત્કાળ રોકવાનો આદેશ ચૂંટણી પંચે આપ્યો હતો. ચૂંટણી પંચે ગુરુવારે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર કુમાર વિશ્વાસના નિવેદનના પ્રસારણ પર રોક લગાવવા કહ્યું હતું. 


ચૂંટણી પંચે આદેશમાં કહ્યું કે આ વીડિયો આદર્શ આચાર સંહિતાનો ભંગ છે અને ચૂંટણી પંચના નિર્દેશો વિરુદ્ધ છે. ચૂંટણી પંચે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચમાં આ સંબંધમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં કહ્યું હતું કે નિવેદન ભડકાઉ છે. 


આમ આદમી પાર્ટીએ  ચૂંટણી પંચને કોગ્રેસ અને અન્ય રાજકીય પાર્ટીઓને પણ આ પ્રકારના વીડિયોનું પ્રસારણ નહી કરવાનો આદેશ આપવા અરજી કરી હતી. રાજકીય પક્ષોને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયોને બ્રોડકાસ્ટ કરતો રોકવાનો આદેશ અપાયો છે. 


આમ આદમી પાર્ટીના નેતા રાઘવે પ્રેસ કોન્ફરન્સ કરી કુમાર વિશ્વાસના આ પ્રકારના નિવેદનને દુષ્પ્રચાર ગણાવ્યુ હતું. ચૂંટણી પંચે ગુરુવારે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર કુમાર વિશ્વાસના નિવેદનના પ્રસારણને તત્કાળ બંધ કરવાનો આદેશ અપાયો છે.


 


ચીનની આ દિગ્ગજ મોબાઇલ કંપની ભારતમાં 2023 સુધી કરશે 3,500 કરોડનું રોકાણ, જાણો શું છે પ્લાનિંગ........


EPFO સભ્ય છો ? તો જાણી લો સરકાર તમારા માટે શું શું આપી રહી છે લાભ, શું છે ફાયદો, જાણો વિગતે


 


AADHAR: તમે માત્ર એક મોબાઈલ નંબરથી આખા પરિવારનું આધાર PVC કાર્ડ મગાવી શકો છો, આ રીતે સરળતાથી અરજી કરી શકો છો


 


મોદી સરકાર યુવાનોને દર મહિને આપી રહી છે 25000 રૂપિયા અને કાયમી નોકરી? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા