નવી દિલ્હીઃ સ્માર્ટફોનની દુનિયામાં મોટી મોટી કંપનીઓ પોતાનો વ્યાપ વધારવા માટે રોકાણમાં સતત વધારો કરતી રહે છે. હવે આ લિસ્ટમાં ચીનની સ્માર્ટફોન મેકર કંપની વીવો પણ આગળ આવ્યુ છે. રિપોર્ટ્સ છે કે, વીવો આગામી બે વર્ષમાં 3,500 કરોડ રૂપિયાનુ રોકાણ ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે.
ભારતમાં નવા રોકાણ અંગે વીવો કંપનીના એક અધિકારીઓ બતાવ્યુ કે, તેની આ વર્ષ ભારતમાં પોતાના ડિવાઇસને નિકાસ શરૂ કરવાની પણ યોજના છે.
વીવો ઇન્ડિયાના નિદેશક પૈગમ દાનિશે પીટીઆઇ ભાષાને બુધવારે બતાવ્યુ કે, આ રોકાણ 7,500 કરોડ રૂપિયાની પ્રતિબદ્ધતાનો હિસ્સો છે, જે કંપનીએ ભારત માટે કર્યુ હતુ. અમે 2021 સુધી કુલ મળીને 1,900 કરોડ રૂપિયાનુ રોકાણ કર્યુ છે.
દાનિશે કહ્યું કે, અણે પહેલાથી જ 2021 સુધી 1,900 કરોડ રૂપિયાનુ રોકાણ કરી ચૂક્યા છીએ. અમે 2023 સુધી 3,500 કરોડ રૂપિયાનુ રોકાણ કરીશું અને પછી આગળના તબક્કામાં અમે 7,500 કરોડ રૂપિયાનુ રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ રોકાણ માત્ર વિનિર્માણમાં છે.
તેમને કહ્યું કે કંપની ગ્રેટર નોઇડામાં સ્થિત પોતાના સંયંત્રોમાંથી મોબાઇલ ફોન પણ તમામ સ્થાનીક માંગોને પુરી કરે છે અને હવે ભારત સ્માર્ટફોનની નિકાસ શરૂ કરવા ઇચ્છે છે. તેમને કહ્યું કે, વીવોએ ભારતીય માર્કેટમાં 10 કરોડ ગ્રાહકોની સંખ્યાને પાર કરી લીધી છે.
આ પણ વાંચો----
સ્પેનિશ અને ફ્રેંચ શીખવું હોય તો અહીંયા લો એડમિશન, જાણો કેટલી છે કોર્સ ફી અને કોણ કરી શકે છે અરજી
Ration Card: રાશન કાર્ડ ડીલર આપી રહ્યા છે ઓછું રાશન, આ નંબર પર કરો ફરિયાદ
ગ્રેજ્યુએટ માટે આવ્યા સારા સમાચાર, આ કંપની 55 હજારની કરશે ભરતી
ગ્રેજ્યુએટ છો અને સરકારી નોકરી શોધી રહ્યા છો, તો અહીં કરો અરજી, મળશે સારો પગાર
બેંકમાં નોકરી મેળવવાની મોટી તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, જાણો વિગતે
દેશમાં ફરીથી આ ત્રણ મોટા રાજ્યોમાં વધવા લાગ્યા કોરોનાના કેસો, જાણો મોતના આંકડાથી લઇને સંપૂર્ણ સ્થિતિ