કોરોના કહેર વચ્ચે આસામ વિધાનસભા ચૂંટણીના પરિણામની કાલે જાહેરાત થશે.  આસામમાં ભાજપ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલના નેતૃત્વમાં સત્તા પર પરત ફરશે કે પાંચ વર્ષ બાદ કૉંગ્રેસની વાપસી થશે. 


 


ABP News C Voter ના એક્ઝિટ પોલ મુજબ, કુલ 126 બેઠકોમાંથી ભાજપ ગઠબંધનને 58-71 બેઠકો મળવાનું અનુમાન છે. કૉંગ્રેસ ગઠબંધનને 53-66 બેઠકો મળવાની શક્યતા છે. રાજ્યમાં કોઈપણ પક્ષ અથવા ગઠબંધનને સરકાર બનાવવા માટે 64 બેઠકોની જરુર છે.  રાજ્યમાં કૉંગ્રેસ-BJP વચ્ચે કાંટે કી ટક્કર થાય તેવું લાગી રહ્યું છે.