ફેક્ટ ચેક


નિર્ણય (અસત્ય)


(આ વીડિયો પાકિસ્તાનની રાજકીય પાર્ટી પીપીપીની જૂની રેલીનો છે અને આ વીડિયોને બીજેપીના કોઈપણ નેતા સાથે કોઈ સંબંધ નથી.)


(ટ્રિગર વોનિંગઃ રિપોર્ટમા જાતીય શોષણના દ્રશ્યોનું વર્ણન છે. દર્શકોને વિવેકની સલાહ આપવામા આવે છે.)


 


દાવો શું છે?


સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ રેલી દરમિયાન તેની સાથે રહેલી મહિલાના શરીરને સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે. બ્રેકગ્રાઉન્ડમાં 'જય શ્રી રામ'ના નારા સંભળાય છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં દેખાતો વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી (BJP)નો એક નેતા છે જે એક રેલી દરમિયાન પાર્ટીની મહિલા કાર્યકરની ખુલ્લેઆમ છેડતી કરી રહ્યો છે.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક યુઝરે વીડિયો શેર કરતા લખ્યું હતુ કે ‘જય શ્રી રામના નારા લગાવી દો પછી હાથ ક્યાંય પણ ઘૂસાડી દો...’ જ્યારે અન્ય એક યુઝરે તમિલ ભાષામાં લખેલા કેપ્શનમાં ભાજપ નેતા પર મહિલા કાર્યકર્તાના શારીરિક શોષણ કરવાનો દાવો કર્યો હતો. આ પોસ્ટને અત્યાર સુધીમાં 88,000થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.




વાયરલ પોસ્ટના સ્ક્રીનશોર્ટ. (સોર્સઃએક્સ/ સ્ક્રીનશોર્ટ)


ભાજપ નેતા દ્ધારા મહિલા કાર્યકર્તા સાથે છેડતી અથવા ખોટી રીતે સ્પર્શ કરવાના દાવા સાથે શેર કરવામાં આવી રહેલો વીડિયો વાસ્તવમાં પાકિસ્તાનનો છે અને 2007થી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે.


અમે સત્ય કેવી રીતે શોધી કાઢ્યું?


અમે રિવર્સ ઇમેજ સર્ચ મારફતે વાયરલ વીડિયોની કીફ્રેમ્સ શોધી તો અમને આ અનેક YouTube ચેનલ્સ પર અપલોડ થયેલો જોવા મળ્યો હતો. અમને જાણવા મળ્યું કે આ વીડિયો 2007ના અલગ-અલગ મહિનામાં શેર કરવામાં આવ્યો હતો. આમાં સૌથી જૂનો વીડિયો 16 મે 2007ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયોના ટાઇટલમાં 'શેરી રહમાન, યુસુફ રઝા ગિલાની, પીપીપી રેલી' લખ્યું છે. જ્યારે વીડિયોમાં રેલી દરમિયાન લોકોના હાથમાં ઉર્દૂ બેનરો પણ જોઈ શકાય છે.




2007 યુ-ટ્યુબ વીડિયોનો સ્ક્રીનશોર્ટ. (સોર્સઃ યુટ્યુબ/ સ્ક્રીનશોર્ટ/ મોડિફાઇડ બાય લોજિકલી ફેક્ટ્સ)


અહીં વિડિયોમાં દેખાતા પુરુષ અને મહિલાની ઓળખ યુસુફ રઝા ગિલાની અને શેરી રહેમાન તરીકે થઈ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ઘટના 2007માં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ની રેલી દરમિયાન બની હતી.


અમે શોધ્યું કે આ વીડિયોમાં ક્યાંય 'જય શ્રી રામ'ના નારા સંભળાતા નથી. જેના પરથી જાણવા મળે છે કે વાયરલ વીડિયોમાં 'જય શ્રી રામ'ના નારાનો ઓડિયો ઉમેરવામાં આવ્યો છે. નોંધનીય છે કે વર્ષ 2008માં યુસુફ રઝા ગિલાની પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા.


વધુ શોધવા પર અમને દૈનિક ભાસ્કરના એક રિપોર્ટમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે એક રેલી દરમિયાન ગિલાનીએ ભીડનો ફાયદો ઉઠાવીને શેરીના શરીરને  સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.


ધ ગાર્જિયનના 5 સપ્ટેમ્બર, 2008 ના રોજ પ્રકાશિત થયેલા એક રિપોર્ટમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લેખનો એક અંશમા લખ્યું છે કે "...સાથે છેલ્લા વર્ષે એક રાજકીય રેલીમાં માહિતી પ્રધાન શેરી રહમાનને કથિત રીતે સ્પર્શ કરવા બદલ વડા પ્રધાન યુસુફ રઝા ગિલાની પર કટાક્ષ કર્યો હતો. વાસ્તવમાં અમે સ્વતંત્ર રીતે શોધી શક્યા નહોતા કે વાસ્તવમાં ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો હતો.


નિર્ણય


અમારી અત્યાર સુધીની તપાસમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે વાયરલ થઈ રહેલો વીડિયો પાકિસ્તાનની જૂની રેલીનો છે અને આ વીડિયોનો કોઈ બીજેપી નેતા સાથે કોઈ સંબંધ નથી. તેથી અમે વાયરલ દાવાને ખોટો માનીએ છીએ.


(એડિટર નોંધ: લોજિકલી ફેક્ટ્સે રિપોર્ટમાં કોઈપણ વાયરલ પોસ્ટના આર્કાઇવ લિંક્સ અથવા સોર્સ લિંકને સામેલ કરવામાં આવ્યા નથી કારણ કે વિડિયોમાં જાતીય શોષણના દ્રશ્યો છે.)


 Disclaimer: આ રિપોર્ટ સૌ પ્રથમ logicalfacts.com પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. સ્પેશ્યલ અરેજમેન્ટ સાથે આ સ્ટોરીને એબીપી અસ્મિતામાં રિપબ્લિશ કરવામાં આવ્યો છે. એબીપી અસ્મિતાએ હેડલાઇન સિવાય રિપોર્ટમાં કોઇ ફેરફાર કર્યો નથી.


Education Loan Information:

Calculate Education Loan EMI