સોશિયલ મીડિયા (Social Media) પર છેલ્લા ઘણાં દિવસથી એક મેસેજ વાયરલ થઈ ર્હોય છે કે કોરના રસી (Corona Vaccine) લેવા માટે રજિસ્ટ્રેશન (Registration) વોટ્સએપ (Whatsapp) દ્વારા કરાવી શકાય છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB) દ્વારા આ તથ્યની તપાસ કરવામં આવી છે અને આ જાણકારી ખોટી હોવાનું બહાર આવ્યું છે. પીઆઈબીએએ કહ્યું કે, “એક તસવીર શેર કરવામાં આવી રહી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર વોટ્સએપના માધ્યમથી કોવિડ-19 રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરવી શકાય છે. PIBFactCheck: આ દાવો ખોટો છે. કોરોના રસીકરણ માટે રજિસ્ટ્રેશન માત્ર COWIN પોર્ટલ અને આરોગ્ય સેતુ એપના માધ્યમથી જ કરાવી શકાય છે.”


વાયરલ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, હવે વોટ્સએપ દ્વારા પણ કોરોના રસીની એપોઈન્ટમેન્ટ લઈ શકાય છે. તસવીરમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ એપ ડાઉનલોડ કર્યા વગર રસી માટે એપોઈન્ટમેન્ટ લઈ શકાય છે. આ નંબરને લઈને દાવો કરવામાં આવ્યો છે કે, આ કેન્દ્ર સરકારના CoWIN વેક્સીન મેનેજમેન્ટ સિસ્ટમથી ઇન્ટીગ્રેટેડ અને તેના દ્વારા એક ખતમાં ચાર લોકો માટે રસીકરણ સ્લોટ બુક કરાવી શકાય છે.






ખોટા મેસેજમાં શું કહેવામાં આવ્યું


મેસેજમાં આગળ કહેવામાં આવ્યું છે કે, એપોઈન્ટમેન્ટ કેવી રીતે લેવાની છે. પહેલા તમારે 9745697456 પર Hi લખીને મોકલવાનું રહેશે. બાદમાં નામ, ઉંમર અને આધાર અથવા અન્ય કોઈ ઓળખની વિગતો ભરવાની રહેશે. હોસ્પિટલનો પિનકોડ નાંખવાનો રહેશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 45 વર્ષથી વધારે ઉંમરની વ્યક્તિ તેનો લાભ લઈ શકશે. પ્રથમ અને બીજો ડોઝ બુક કરવામાં આવી રહ્યો છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને જનકલ્યાણ મંત્રાલયે આ પ્રકારના ફ્રોડ પર ખુલાસો કર્યો છે.


સ્વાસ્થ્ય મંત્રાલયે પણ કરી પુષ્ટિ


સ્વાસથ્ય મંત્રાલયે પણ સ્વષ્ટતા કરતાં કહ્યું કે, આ તસવીર ખોટી છે. તમે પણ આવા કોઈ ફ્રોડમાં ફસાતા નહીં અને વેક્સીન સેન્ટર જઈને જ રસી લેવી. આ પ્રકારની બીજી જાહેરાત કે ખોટા મેસેજથી સાવધાન રહેવા કહ્યું છે. સાથે જ મંત્રાલયે એ પણ સ્પષ્ટતા કરી છે કે માત્ર CoWIN પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ દ્વારા જ રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.