નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અવાર નવાર કોઇને કોઇ વીડિયો વાયરલ થતાં હોય છે. જેમાંના ઘણા ગેરમાર્ગે દોરતાં પણ હોય છે. હાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલી ટેક્સ્ટ લિંકમાં મોદી સરકાર તમામ સ્ટુડન્ટને ફ્રીમાં લેપટોપ આપતી  હોવાનું જણાવાયું છે.


લિંકમાં દાવો કરવામાં આવ્યો છે કે મોદી સરકાર દેશના તમામ વિદ્યાર્થીઓને ફ્રીમાં લેપટોપ આપી રહી છે. મેસેજની સાથે લિંક પણ આપવામાં આવી છે.  પીઆઈબી ફેક્ટ ચેકના જણાવ્યા મુજબ,  આ ન્યૂઝ ફેક છે અને મોદી સરકાર આ પ્રકારની કોઈ યોજના ચલાવી રહી નથી.



નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.