દિલ્હી પોલીસે ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત સામે એફઆઈઆર નોંધી હતી. જની સામે કલમ 307 (હત્યાનો પ્રયાસ), 147 (દંગા) અને 353 અંતર્ગત એફઆઈઆર નોંધાઈ છે. રાકેશ ટિકૈત સહિત અનેક ખેડૂત નેતાઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ નેતાઓનું નામ ટ્રેક્ટર રેલી માટે કરેલી અરજીમાં છે અને અરજી પર તેમની સહી પણ છે.
દિલ્હી પોલીસ દ્વાર આપવામાં આવેલી ગાઇડલાઇનના ઉલ્લંઘન કરવા બદલ નોંધાયેલી એફઆઈઆરમાં અનેક ખેડૂત નેતાઓના નામ છે. ડો.દર્શનપાલ, જોગિંદર સહિં ઉગાહા, બૂટા સિંહ, બલબીર સિંગ રાજેવાલ, રાજેન્દ્ર સિંહ, યોગન્દ્ર યાદવ સામે પણ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ખેડૂત નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ દિલ્હી પોલીસે એનઓસી આપી હતી. ટ્રેકટર રેલી દરમિયાન નિયમ તોડવાને લઇ પણ કેસ નોંધવામાં આવ્યો છે.
Shukra Gochar 2021: શુક્ર આજથી કરશે રાશિ પરિવર્તન, જાણો તમારા જીવન પર શું પડશે અસર
હાલોલમાં આઘાતજનક ઘટનાઃ બે બાઈકની ટક્કરમાં 5નાં મોત, જાણો શું થયેલું કે મોતનો આંકડો છે મોટો ?