નવી દિલ્હીઃ ગુજરાત તથા દેશમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ફટકડી, હળદર, સરસવના તેલથી મ્યુકરમાઈકોસિસની સારવાર કરી શકાય છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે કહ્યું આ દાવો નકલી છે. આવા નુસખાથી બ્લેક ફંગસની સારવારનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાની સારવાર માટે ઘરેલુ નુસખા પર વિશ્વાસ ન કરો.


પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.



શું છે બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઈકોસિસ ?


બ્લેક ફંગસ (black fungus) એક દુર્લભ પ્રકારનું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શન શરીરમાં બહુજ ઝડપથી ફેલાય છે.  બ્લેક ફંગસનુ સંક્રમણ મોટાભાગના દર્દીઓમાં જોવા મળ્યુ છે, જે ડાયાબિટીસથી પીડિત છે. અગાઉથી સ્વાસ્થ્યની સમસ્યાથી પીડાય રહેલા શરીરમાં વાતાવરણમાં હાજર રોગજનક વાયરસ, વેક્ટેરીયા અથવા અન્ય પેથોડન્સ સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે.  આ ફંગસના કારણે મસ્તિષ્ક, ફેફસા અને ચામડી પર પણ  અસર જોવા મળે છે. આ કારણે કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાકડાં પણ ઓગળી જાય છે. જો સમય રહેતા આનો ઇલાજ ના મળે તો દર્દીનુ મોત પણ થઇ શકે છે.


કોરોના રસીથી મહિલાઓ તથા પુરુષો મા-બાપ બનવાની ક્ષમતા ગુમાવી બેસે છે ? જાણો મોદી સરકારે શું કહ્યું


ખેડૂત કાયદાના વિરોધમાં આ દિગ્ગજ નેતાએ તેના ઘરની બહાર ફરકાવ્યો કાળો ઝંડો, એક સમયે હતા મોદીના ખાસ