નવી દિલ્હી: સરકારે ખેડૂતોને કૃષિ કાયદા પર એક નિશ્ચિત સમય માટે રોક લગાવીને કમિટી રચવાનો પ્રસ્તાવ આપ્યો છે. સરકારે આ અસ્થાઈ રોકના પ્રસ્તાવ પર ખેડૂત નેતા આવતીકાલે બેઠક કરશે. ખેડૂત નેતા હન્નાન મોલ્લાહે કહ્યું કે, પ્રસ્તાવ પર અમે વિચાર કરીને સરકારને જવાબ આપીશું. આજે સરકાર અને ખેડૂત વચ્ચે દસમાં તબક્કાની બેઠક મળી હતી. આગામી બેઠક 22 જાન્યુઆરીએ 12 વાગ્યે થશે.

હન્ના મોલ્લાહે કહ્યું કે, “સરકારે કહ્યું કે, અમે કોર્ટમાં એફિડેવિટ આપીને કાયદાને દોઢ થી બે વર્ષ સુધી હોલ્ડ પર રાખી શકીએ છે. કમિટી બનાવીને ચર્ચા કરાશે. કમિટી જે રિપોર્ટ આપે, અમે તેને લાગું કરીશું. અમે 500 ખેડૂત સંગઠન છે, આવતી કાલે ચર્ચા કરીશું અને 22 જાન્યુઆરી જવાબ આપીશું.”


ખેડૂત નેતા દર્શન પાલ સિંહે કહ્યું કે, બેઠકમાં ત્રણ કાયદા અને એમએસપી પર વાત થઈ. સરકારે કહ્યું અમે ત્રણ કાયદાને એફિડેવિટ બનાવીને સુપ્રીમ કોર્ટનમાં આપીશું અને અમે તેને દોઢ બે વર્ષ સુધી તેના અમલ પર રોક લગાવી શકીએ છીએ. એક કમિટી બનશે જે ત્રણેય કૃષિ કાયદા અને MSPનું ભવિષ્ય નક્કી કરશે. અમે કહ્યું અમે તેના પર વિચાર કરીશું.

કૃષિ મંત્રીએ શું કહ્યું ?

બેઠક બાદ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, “આજે અમારો પ્રયાસ હતો કો કોઈ નિર્ણય લેવામાં આવે. ખેડૂતોનીં માંગ કાયદા પરત લેવાની હતી અને સરકાર ખુલ્લા મને કાયદાની જોગવાઈ અનુસાર વિચાર કરવા અને સંશોધન કરવા માટે તૈયાર હતી. સરકાર એક દોઢ વર્ષ સુધી કાયદાને સ્થગિત કરવા માટે તૈયાર છે. આ દરમિયાન ખેડૂત સંગઠનો અને સરકાર વાત કરશે અને તેનો ઉકેલ શોધશે. ”