નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ પાસે માફી માંગતા કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની જાહેરાત કરી છે, અને આંદોલનકારી ખેડૂતોને ઘર, ખેતર અને પરિવારની વચ્ચે પરત ફરવાની અપીલ કરી છે. પરંતુ આંદોલનકારી ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, આંદોલન હજુ ખતમ નથી થાય, તેમને કહ્યું કે, જ્યારે સંસદમાંથી કાયદા પાછા ખેંચાય જશે, ત્યારે માનીશું. હજુ માત્ર જાહેરાત થઇ છે. ટિકૈતે કહ્યું કે સરકાર અને ખેડૂતોની વચ્ચે વાતચીતનો રસ્તો પણ ખુલ્લો અને એમએસપી સહિત અમારા અન્ય મુદ્દાઓ પર નિર્ણય થાય. 




વડાપ્રધાન કહ્યું કે, 29 નવેમ્બરથી શરૂ થઇ રહેલા સંસદના સત્રમાં કાયદાઓ રદ્દ કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવેશે. દેશની સંસદ દ્વારા પસાર કોઇપણ કાયદાને પાછો ખેંચવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા પાંચ તબક્કામાં પુરી થાય છે. 


પ્રસ્તાવ મોકલવો
જે કાયદાને રદ્દ કરવાનો છે, તેના સંબંધિત એક પ્રસ્તાવ તૈયાર કરવામા આવે છે, અને આને કાયદા મંત્રાલયને મોકલવામાં આવે છે. 


સ્ક્રૂટિની
કાયદા મંત્રાલય પ્રસ્તાવનુ અધ્યન કરે છે, અને તમામ કાયદાકીય પાસાઓની તપાસ-ઓળખ કરે છે. 


પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરવો
જે મંત્રાલય સંબંધિત કાયદો છે, તેના તરફથી તેને પાછો ખેંચવા સંબંધી બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે.


ચર્ચા અને મતદાન
બિલ પર સંસદમાં ચર્ચા અને ચર્ચા બાદ મતદાન કરાવવામાં આવે. જો કાયદો પાછો ખેંચવાના સમર્થનમાં વધુ મત પડે તો કાયદો પાછો ખેંચી શકાશે. 


અધિસૂચના
જો સંસદમાંથી પ્રસ્તાવ પાસ થઇ ગયો તો રાષ્ટ્રપતિની મંજૂરી દ્વારા કાયદો રદ્દ કરવાની અધિસૂચના જાહેર થઇ જશે.