કોરોનાની મહામારીએ હાલ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ન્યુ વાયરસ સ્ટ્રેનમાં અલગ લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે. આ સ્થિતિમાં કોરોનાથી રિકવર થયેલા પેશન્ટ બહુ લાંબા સમય સુધી નબળાઇ અનુભવે છે. તેનું કારણ શું છે અને ઉપાય શું છે જાણીએ..


કોરોના વાયરસની બીજી લહેરમાં દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થા લથડી ગઇ છે. સતત વધતા સંક્રમણના કારણે દેશનો સંક્રમિતનો આંકડો 3 લાખને પાર પહોંચી ગયો છે. કોરોના વાયરસના સંક્રમણથી માંડીને રિકવરી સુધી ન્યુ સ્ટ્રેનમાં જુદા જુદા લક્ષણો જોવા મળી રહ્યાં છે. કોરોના વાયરસથી મુક્તિ મળ્યાં બાદ પણ કેટલાક કેસમાં તેની અસર શરીર પર લાંબા સમય સુધી જોવા મળે છે. કોરોના રિકવર પેશન્ટમાં નબળાઇ બહુ લાંબા સમય સુધી રહે છે. તો રિકવરી આવ્યા બાદ પણ જો નબળાઇ રહે તો શું કરવું જાણીએ..


નેગિટિવ રિપોર્ટ આવ્યા બાદ અનુભવાય છે વીકનેસ?


કોરોનાના સંક્રમણમાં શરીરમાં થકાવટ અને નબળાઇ અનુભવવી એક કોવિડનું મુખ્ય લક્ષણ છે. જો કે કેટલાક કેસમાં કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પણ શરીરમાં કમજોરી મહેસૂસ થાય છે. રિકવરી બાદ લાંબા સમય સુધી નબળાઇની ફરિયાદ કેટલાક કેસમાં દર્દી કરતા હોય છે.


એકસ્પર્ટ આ સ્થિતિમાં હેલ્ધી ડાયટ પર ધ્યાન આપવાની સલાહ આપે છે. એકસ્પર્ટના મત મુજબ કોવિડના દર્દીમાં રિકવરી બાદ બણ નબળાઇ એક સામાન્ય લક્ષણ છે. આ સ્થિતિ સામાન્ય રીતે 2થી3 સપ્તાહ રહે છે. આ સ્થિતિમાં ડોક્ટર મલ્ટી વિટામીનની ટેબલેટ લેવાની સલાહ આપે છે. પર્પાપ્ત પાણી લો. હેલ્ધી ડાયટ પર ધ્યાન આપો. પ્રોટીન યુક્ત હેલ્ધી ડાયટ લેવાથી ઝડપથી રિકવરી આવે છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,60,960 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3293 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,61,162 લોકો ઠીક પણ થયા છે. આજથી 18થી 45 વર્ષના લોકોને વેક્સિન માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું છે