નવી દિલ્લીઃ કેંદ્ર સરકાર દ્વારા આજે આત્મનિર્ભર ભારતના બીજા તબક્કામાં નાના ખેડૂતો, પરપ્રાંતિય શ્રમિકો, ફેરિયા માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે, ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખેડૂતોને મદદ કરવામાં આવશે. 3 કરોડ ખેડૂતોને લોન આપવામાં આવશે. 25 લાખ નવા કિશાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે. એપ્રિલમાં 63 લાખ કૃષિ લોન આપવામાં આવી. તે 86 હજાર 600 કરોડની હતી. તેનાથી ખેડૂતોને ફાયદો થયો. ખેડૂતો માટે ઈન્ટરેસ્ટ સબ્વેશન સ્કીમ 31 મે સુધી ચાલુ રહેશે.




નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, પ્રવાસી મજૂરોને આગામી બે મહિના મફત અનાજ અપાશે. રાશન કાર્ડ વગરનાને પાંચ કિલો રાશન અપાશે.





નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, અમે પરપ્રાંતીય મજૂરો, ગરીબો અને જરૂરિયાતમંદોને ધ્યાનમાં રાખીશું. લોકડાઉનની જાહેરાત બાદ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની જાહેરાત કરી હતી. અમે સતત જાહેરાતો કરી રહ્યાં છે. 3 કરોડ ખેડૂતોએ રાહતદરે લોન લીધી. તેમણે 4 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોન લીધી.



નિર્મલા સીતારમણે કહ્યું, પ્રવાસી મજૂરોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રવાસી મજૂરોને મનરેગામાં કામ આપવામાં આવશે. 2.33 કરોડ પ્રવાસી મજૂરોને પંચાયતમાં કામ મળશે. મનરેગામાં 50 ટકા સુધી રજીસ્ટ્રેશન વધ્યું છે. મનરેગામાં દરરોજની મજૂરી વધારીને 202 રૂપિયા કરવામાં આવી છે.

3 કરોડ ખેડૂતો માટે જે 4,22,000 કરોડ કૃષિ લોનનો લાભ આપવામાં આવ્યો છે, તેમાં છેલ્લા ત્રણ મહીનાની લોન મોરટોરિયમ છે. વ્યાજ પર સહાયતા આપી છે.

25 લાખ નવા કિસાન ક્રેડિટ કાર્ડની મંજૂરી આપી છે જેની લિમિટ 25000 કરોડ હશે.

કૃષિ લોનના વ્યાજ પર સહાયતા અને ચૂકવણી માટે નક્કી કરેલા 1 માર્ચ 2020ના સમયને વધારીને 31 મે 2020 કરવામાં આવી રહ્યો છે.

માર્ચ-એપ્રિલમાં 63 લાખ કૃષિ લોન આપવામાં આવી. તે 86 હજાર 600 કરોડની હતી. તેનાથી ખેડૂતોને ફાયદો થયો.

માર્ચ 2020માં નાબાર્ડમાં સહકારી બેંકો અને ગ્રામીણ બેંકોની મદદ માટે 29 હજાર 500 કરોડ રૂપિયા સહાયતા માટે આપવામાં આવ્યા.

રાજ્યોને પાકની ખરીદી માટે માર્ચ 2020થી અત્યાર સુધીમાં 6700 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.