MP કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીતુ પટવારી સામે નોંધાઈ FIR, પીએમ મોદીને લઈ કર્યુ હતું વાંધાજનક ટ્વિટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Aug 2020 05:31 PM (IST)
કોંગ્રેસ નેતા જીતુ પટવારીએ અયોધ્યા ભૂમિ પૂજન દરમિયાન પીએમ મોદીની તસવીર સાથે છેડછાડ કરીને તેમના ટ્વિટર હેન્ડલ પરથી તેને શેર કરી હતી. બાદમાં તેણે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.
ભોપાલઃ મધ્ય પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય જીતુ પટવારી સામે ભાજપના ધારાસભ્યએ એફઆઈઆર નોંધાવી છે. પ્રધાનમંત્રી મોદીની તસવીર સાથે છેડછાડ માટે કોંગ્રેસ ધારાસભ્ય સામે ફરિયાદ નોંધાવામાં આવી છે. છત્રીપુરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પવન સિંઘલે કહ્યું કે, આઈપીસીની કલમ 44 અને 181 અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો કોંગ્રેસ નેતા જીતુ પટવારીએ અયોધ્યા ભૂમિ પૂજન દરમિયાન પીએમ મોદીની તસવીર સાથે છેડછાડ કરીને તેમના ટ્વિટર હેન્ડલ પરથી તેને શેર કરી હતી. બાદમાં તેણે પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. જીતુ પટવારીએ કહ્યું, તેમણે પીએમ સામે કોઈ અપમાનજનક ટિપ્પણી કરી નહોતી,. તેમની ટિપ્પણી આર્થિક અને રોજગારના મુદ્દે કેન્દ્ર સરકારની નિષ્ફળતા પર હતી. ઈન્દોરના સાંસદ શંકર લાલવાની, કેટલાક ધારાસભ્યો અને બીજેપી નેતાઓ તથા કાર્યકર્તાએ પટવારીના ટ્વિટ પર નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પર પટવારીની ટિખળ કરતાં કહ્યું હતું કે, જે વ્યક્તિ સારી રીતે હિન્દી પણ નથી લખી શકતો તેને કમલનાથના નેતૃત્વવાળી ગત કોંગ્રેસ સરકારમાં ઉચ્ચ શિક્ષા મંત્રી બનાવવામાં આવ્યો હતો. સાંજે 4 વાગ્યા સુધી રાજ્યના 107 તાલુકામાં પડ્યો વરસાદ, જાણો કઈ જગ્યાએ નોંધાયો સૌથી વધુ વરસાદ IPL 2020: જાણો કઈ ટીમ બની શકે છે ચેમ્પિયન, શું છે ગણિત ગુજરાત સરકારના ક્યા ટોચના પ્રધાનના ભાઈએ કર્યો આપઘાત ? જાણો શું હતું કારણ ? દેશના આ મોટા રાજ્યમાં આવતીકાલથી ખૂલશે ધર્મસ્થાનો, જાણો સરકારે શું મુકી શરત