Corona Situation in India: દેશભરમાં કોરોનાના કેસમાં ઘટાડાના કારણે એકવાર ફરી રાજ્યોમાં સ્થિતિ સામાન્ય થઇ રહી છે. શિક્ષણ મંત્રાલયે નિવેદન જાહેર કરી જણાવ્યું કે 11 રાજ્યોએ સ્કૂલ ખોલી દીધી છે અને નવ રાજ્યોમાં બંધ છે. આ વચ્ચે કેન્દ્રએ નવા દિશા નિર્દેશ જાહેર કર્યા છે અને કોવિડ પ્રોટોકોલ જાહેર કર્યા છે. જેનુ પાલન સ્કૂલ, કોલેજ ફરી શરૂ થાય તે દરમિયાન કરવું પડશે.


દિશા નિર્દેશો સાથે સ્કૂલો અને કોલેજને ફરી શરૂ કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગની વ્યવસ્થા પર ભાર મુકવાની વાત કરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપતા કહ્યું કે આ કોવિડ એસઓપી અને દિશા નિર્દેશોનું પાલન કરવાની સાથે પોતાના દિશા નિર્દેશો તૈયાર કરો, જે આ નિયમોને અનુકુળ હોય.


સ્કૂલ અને કોલેજમાં સાફસફાઇ યોગ્ય રીતે કરવામાં આવે. તે સિવાય વિદ્યાર્થીઓ વચ્ચે ઓછામાં ઓછું છ ફૂટનું અંતર રાખવામમાં આવે. સ્ટાફ રૂમ, ઓફિસ એરિયા, એસેમ્બલી હોલ અને અન્ય કોમન એરિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવે. સ્કૂલોને એવા કોઇ કાર્યક્રમ ના કરવા જોઇએ જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ના થાય


બીજી તરફ સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે અને એક્ટિવ કેસ પણ ઓછા થયા છે. આ સાથે જ પોઝિટીવીટી રેટ પણ ઘટ્યો છે. છેલ્લા 14 દિવસમાં કેસમાં સતત ઘટાડો નોંધાયો છે.


 


હવે મોબાઇલ પર Youtube જોવુ થશે વધુ આસાન, યુટ્યૂબ એપમાં એડ થયા આ શાનદાર ફિચર્સ, જાણો


New SmartPhone: માર્કેટમાં હવે એન્ટ્રી કરશે Motorolaનો 200 મેગાપિક્સલ કેમેરા વાળો ફોન, જાણો વિગતે


હવે બદલાઇ જશે Gmailનો લૂક, નવી ડિઝાઇનમાં એક ટેબમાં મળશે Chat, Meet અને Spacesના ઓપ્શન, જાણો કોને મળશે આ ફાયદો........


Green Bonds: ગ્રીન બોન્ડ્સ શું છે જેમાં રોકાણ કરવાથી તમને સારું વળતર મળશે, જાણો વિગતે