શપથ લેતા પહેલા પૂર્વ જસ્ટિસ રંજન ગોગોઇના રાજ્યસભા સભ્ય તરીકે નૉમિનેશન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં મધુ પૂર્ણિમા કિશ્વરે અરજી કરીને પડકાર ફેંક્યો છે. મધુ કિશ્વરે કોઇપણ પ્રકારના કાયદાકીય પ્રતિનિધિ વિના અરજી દાખલ કરી છે કે બંધારણનો મૂળ આધાર ‘જ્યૂડિશયરીની સ્વતંત્રતા’ છે, અને આને લોકશાહીનો સ્તંભ માનવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, પૂર્વ જસ્ટિસ રંજન ગોગોઇના રાજ્યસભા સભ્ય તરીકે નૉમિનેટ થયા બાદ રાજકીય ધમાલ શરૂ થઇ ગઇ હતી. કોંગ્રેસ અને ભાજપ બન્ને એકબીજા પર રાજકીય આરોપો લગાવી રહ્યાં છે.
આ પહેલા કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ કરીને પૂર્વ જસ્ટિસ રંજન ગોગોઇ પર સવાલો ઉઠાવ્યા હતા.