નવી દિલ્હી: પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીનું લાંબી બિમારી બાદ શનિવારે નિધન થયું છે. છેલ્લા ઘણાં દિવસોથી જેટલીની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી, જોકે આજે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. આ સમાચાર મળતાં ભાજપના નેતાઓ એઈમ્સ પહોંચી ગયા છે. જેટલીના નિધન પર પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ દુખ વ્યક્ત કર્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કરતા ટ્વિટ પર લખ્યું કે, “અરૂણ જેટલીજીના નિધની અત્યંત દુખી છું. જેટલીજીનું જવું મારા માટે એક વ્યક્તિગત ક્ષતિ છે.”. તેઓએ કહ્યું - તેમના રૂપમાં ના માત્ર સંગઠનનો એક વરિષ્ઠ નેતા ગુમાવ્યો પરંતુ પરિવારનો એક એવો અભિન્ન સભ્ય ગુમાવ્યો છે જેનો સાથ અને માર્ગદર્શન મને વર્ષો સુધી પ્રાપ્ત થતું રહ્યું.


અરૂણ જેટલીના નિધનને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું અને તેમના પરિવારજનો સાથે વાત કરીને સાંત્વના પાઠવી હતી. નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે.