ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ધારાસભ્ય દિગંબર કામત ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોએ આ જાણકારી આપી હતી. દિગંબર કામત 1994માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તેઓ 2005માં કોંગ્રેસમાં પાછા ફર્યા હતા.  અને 2005માં ભાજપની આગેવાની હેઠળની મનોહર પર્રિકર સરકારને ઉથલાવી નાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


તેઓ 2007 થી 2012 સુધી ગોવાના મુખ્યમંત્રી પણ હતા. 7 વખત ધારાસભ્ય રહી ચૂકેલા કામત 2002ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી પદ માટે સૌથી આગળ હતા. 68 વર્ષીય કામતે આ વિધાનસભા ચૂંટણી તેમના ગઢ માર્ગોમાંથી જીતી હતી.


10 માર્ચે આવેલા પરિણામોમાં ભાજપને 20 બેઠકો મળી હતી. તે બહુમતીના આંકડા (21)થી માત્ર એક સીટ દૂર હતી. હાલમાં ભાજપે MGP અને 3 અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી છે. ચૂંટણીમાં 40 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને 11 બેઠકો મળી હતી. હાર પછી માર્ચના અંતમાં, કોંગ્રેસે ગોવામાં નવા પ્રમુખ તરીકે અમિત પાટકરની નિમણૂક કરી છે. જ્યારે દિગંબર કામતનો કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાશે તેવા અહેવાલ છે.


એક રિપોર્ટ અનુસાર, દિગંબર કામતને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની સરકારમાં ઉર્જા મંત્રી બનાવવામાં આવી શકે છે. નોંધનીય છે કે વર્ષ 2017માં સૌથી મોટી પાર્ટી બન્યા બાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ શરમજનક રહ્યું હતું. 2017ની ચૂંટણીમાં ભાજપે રાજ્યમાં ત્રીજી વખત સરકાર બનાવી હતી.


 


વેંકેટેશ અય્યર આ હૉટ એક્ટ્રેસ પર થયો ફિદા, અય્યરે શું કૉમેન્ટ કરી તો બન્ને વચ્ચે અફેરની વાત આવી સામે, જાણો વિગતે


Kisan Credit Card: પશુપાલકો માટે કેટલા કિસાન ક્રેડિટ બનાવાયા ? આ રીતે તમે પણ બનાવી શકો છો


ગરમીમાં હેલ્ધી રહેવા માટે આ ફ્રૂટનું કરો ભરપૂર સેવન, સ્વાસ્થ્યને થશે આ અદભૂત ફાયદા


Rahu Ketu Transit 2022 : 12 એપ્રિલ બાદ આ રાશિના જાતક માટે શરૂ થઇ શકે છે મુશ્કેલી ભર્યો સમય