BS Yediyurappa Granddaughter Soundarya Found Hanging : કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યનમંત્રી બીએસ યેદિયુરપ્પાની પૌત્રી ડૉ. સૌંદર્યા વી વાઈએ શુક્રવારે સવારે વસંત નગરમાં તેના ફ્લેટમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ખાનગી હોસ્પિટલમાં કામ કરતી ડૉ. સૌંદર્યા (30)એ આ પગલું કેમ ભર્યું, તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા યેદિયુરપ્પાની બીજી પુત્રી પદ્માવતીની પુત્રી સૌંદર્યાના લગ્ન 2018માં આ જ હોસ્પિટલમાં કામ કરતા ડૉ. નીરજ એસ સાથે થયા હતા. શુક્રવારે સવારે 8 વાગ્યે નીરજ ડ્યુટી પર જવા નીકળ્યો હતો અને બે કલાક પછી સૌંદર્યાએ આત્મહત્યા કરી હોવાની આશંકા છે.


આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ઘરના કામદારે વારંવાર રૂમનો દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈ અવાજ ન આવ્યો. નીરજે સૌંદર્યાને ફોન પણ કર્યો પણ કોઈ જવાબ ન મળ્યો. આ પછી જ્યારે દરવાજો તોડવામાં આવ્યો ત્યારે સૌંદર્યા ફાંસીથી લટકતી મળી આવી હતી. બાદમાં મૃતદેહને બોરિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. ભાજપના સૂત્રોએ જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, કેટલાક મંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ અધિકારીઓ શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સાંત્વના આપવા યેદિયુરપ્પાના ઘરે પહોંચ્યા. હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના એચઓડી ડૉ. સતીષે કહ્યું કે અમે પોસ્ટમોર્ટમ કર્યું છે, અમે ટૂંક સમયમાં રિપોર્ટ સોંપીશું.


સૌંદર્યાને ચાર વર્ષનું બાળક પણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રેગ્નન્સી બાદ સૌંદર્યામાં તણાવના સંકેતો જોવા મળ્યા હતા. સૌંદર્યા યેદિયુરપ્પાની સૌથી નાની પુત્રી પદ્માની પુત્રી છે. કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાના નિધન પર કર્ણાટકના કાયદા મંત્રી કેસી મધુસ્વામીએ કહ્યું કે મને હમણાં જ માહિતી મળી છે, તેથી હું હોસ્પિટલ પહોંચ્યો છું. અમને કારણ ખબર નથી, પોસ્ટમોર્ટમ થઈ ગયું છે.