શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળને વધુ એક મોટી સફળતા મળી છે. સુરક્ષા દળે અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળ પરથી હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, દારુકા વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી.

આ પહેલા આજે કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીરમાં કુલગામ જિલ્લાના ચિનગામ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની બાતમી મળી હતી. તેના બાદ તે વિસ્તારની ઘેરાબંધી કરી લેવામાં આવી હતી અને સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, તેના બાદ સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી અને અથડામણ શરુ થઈ ગઈ હતી. અધિકારીએ જણાવ્યું કે, અથડામણમાં બે આતંકવાદીઓના મોત થયા હતા.