નવી દિલ્લી: બલૂચિસ્તાનમાં આઝાદી સમર્થકોએ પાકિસ્તાન વિરુદ્ધ જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. બલૂચિસ્તાનમાં પાકિસ્તાનના વિરોધમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે. તેની સાથે આઝાદી સમર્થકોએ બલૂચિસ્તાનના શહીદ તરીકે જાણીતા મરહૂમ નેતા અકબર બુગતીની સાથે પીએમ મોદીની તસવીર પણ લહેરાવી છે. આ સિવાય પ્રદર્શનકારીઓએ પાકિસ્તાનના ઝંડાને કચડતી તસવીર શેયર કરી છે.
એક ન્યુઝ એંજસી પ્રમાણે, બલૂચિસ્તાનમાં છેલ્લા 4 દિવસથી પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સુઈ, ડેરા બુગતી, જાફરાબાદ, નસીરાબાદ સહિત બલૂચિસ્તાનના અન્ય વિસ્તારોમાં પાકિસ્તાનના અત્યાચાર વિરુદ્ધ પ્રદર્શનના અહેવાલ મળી રહ્યા છે.
અગાઉ પીએમ નરેંદ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં બલૂચિસ્તાન અને પાકિસ્તાનના કબ્જાવાળુ કાશ્મીરની વાત કરી હતી. મોદીએ બલૂચિસ્તાન અને પીઓકેમાં માનવધિકારના ઉલ્લંઘનનો મામલો ઉઠાવ્યો હતો. તેમને કહ્યું હતું કે, બલૂચિસ્તાન, ગિલગિલત-બાલ્ટિસ્તાન અને પીઓકેના લોકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો છે. પાકિસ્તાનને પીએમ મોદીના આ નિવેદન પછી નિંદા કરી હતી.