Gaganyaan mission Test live: અવકાશમાં ફરી એકવાર ભારતે રચ્યો ઇતિહાસ, ઇસરોએ ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ કરી લોન્ચ
Gaganyaan mission Test live: ગગનયાનના આ ભાગનો ઉપયોગ ત્રણ ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવા માટે કરવામાં આવશે.
ISRO ચીફે ગગનયાનના પરીક્ષણ મિશનને લોન્ચ થવાના 5 સેકન્ડ પહેલા રોકવા અંગે મોટી વાત કહી છે. તેમણે કહ્યું કે ટેસ્ટ ફ્લાઈટ ટેકઓફ થઈ શકી નથી કારણ કે તેના એન્જીન શરૂ થયા નહોતા. જો કે, હવે ગગનયાનની ટેસ્ટ ફ્લાઈટ સવારે 10 વાગ્યે લોન્ચ કરવામાં આવશે
ઈસરોના વડા એસ. સોમનાથે ગગનયાનના પ્રથમ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (ટીવી-ડી1) ને લોન્ચને હોલ્ડ પર રાખવા પાછળનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે "લિફ્ટ-ઓફ કરવાનો પ્રયાસ આજે થઈ શક્યો ન હતો. વ્હીકલ સુરક્ષિત છે. અમે ટૂંક સમયમાં પાછા આવીશું. જે કમ્પ્યુટર કામ કરી રહ્યું છે તેણે લોન્ચ રોકી દીધુ છે. અમે તેને ઠીક કરીશ અને ટૂંક સમયમાં લોન્ચ શિડ્યૂલ કરીશું."
ઈસરોએ ગગનયાનની પ્રથમ ઉડાન રોકી દીધી છે. ઉડાણ ભર્યાના થોડી મિનિટો અગાઉ પ્રથમ ટેસ્ટ ફ્લાઇટની ઉડાણને રોકવામાં આવી હતી. ખરાબ હવામાનને કારણે ટેસ્ટ ફ્લાઇટ રોકવામાં આવી હોવાનું રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું.
ગગનયાન મિશનના પરીક્ષણ પ્રક્ષેપણને જોવા માટે મોટી સંખ્યામાં બાળકો પહોંચ્યા છે. શ્રીહરિકોટામાં આયોજિત આ વિશેષ પ્રક્ષેપણ માટે વિવિધ શાળાઓના બાળકોને લાવવામાં આવ્યા છે.
ગગનયાન મિશન માટે ભારતીય વાયુસેનાના ચાર અવકાશયાત્રીઓને રશિયામાં તાલીમ આપવામાં આવી છે. અંતિમ મિશન પહેલા તેઓ વધુ અન્ય ટ્રેનિંગ મેળવશે.
ભારતીય અવકાશ એજન્સી ISRO એ તેની સત્તાવાર વેબસાઇટ, યુટ્યુબ અને ફેસબુક પેજ પર ગગનયાન મિશનની પ્રથમ પરીક્ષણ ઉડાન માટે લાઇવ સ્ટ્રીમિંગ શરૂ કર્યું છે.
દરમિયાન, ટ્વિટર પર એક પોસ્ટમાં ISROએ ગગનયાનની પ્રથમ ફ્લાઇટ પરીક્ષણ 30 મિનિટ માટે મોકૂફ રાખવાની માહિતી આપી હતી. ઈસરોએ તેની પાછળ કોઈ કારણ આપ્યું નથી
બ્રેકગ્રાઉન્ડ
Gaganyaan mission Test live: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ માનવસહિત ગગનયાન મિશન તરફ એક મોટું પગલું ભરતા ક્રૂ મોડ્યુલને સુરક્ષિત રીતે લેન્ડ કરવાની તૈયારી કરી લીધી છે. તેનું આજે (21 ઓક્ટોબર) શ્રીહરિકોટા ટેસ્ટ રેન્જથી પરીક્ષણ કરવામાં આવશે. ઈસરો સવારે 8 વાગ્યે ગગનયાન મિશન માટેની ટેસ્ટ ફ્લાઈટ TV-D1 લોન્ચ કરશે. આ પરીક્ષણો ક્રૂ મોડ્યુલનું પરીક્ષણ કરશે, જેમાં ક્રૂ એસ્કેપ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. ગગનયાનના આ ભાગનો ઉપયોગ ત્રણ ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવા માટે કરવામાં આવશે.
જેમાં ક્રૂ મોડ્યુલની ફ્લાઇટ, તેનું લેન્ડિંગ અને સમુદ્રમાંથી રિકવરી સામેલ હશે. મોડ્યુલ પરત ફરતા બંગાળની ખાડીમાં લેન્ડ થવાનું છે. ભારતીય નૌકાદળ તેને રિકવર કરશે. આ માટે નેવલ ડાઇવિંગ ટીમ બનાવવામાં આવી છે અને એક જહાજ પણ તૈયાર કરવામાં આવ્યું છે.
મિશનનું જીવંત પ્રસારણ ઇસરોના ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલ, ISRO વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ ટેસ્ટ ફ્લાઈટનું ડીડી નેશનલ ટીવી ચેનલ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ક્રૂ મોડ્યુલના મુખ્ય મુદ્દા
ક્રૂ મોડ્યુલ 17 કિલોમીટરની ઊંચાઈએ રોકેટથી અલગ થઈ જશે. ક્રૂ મોડ્યુલનું વજન 4520 કિગ્રા છે. અત્યાર સુધીમાં, ક્રૂ એસ્કેપ સિસ્ટમને પૃથ્વી પર લાવતા પેરાશૂટના 12 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્રથી પ્રક્ષેપણ પછી ક્રૂ મોડ્યુલ 10 કિલોમીટર દૂર બંગાળની ખાડીમાં પડશે. બંગાળની ખાડીમાં ક્રૂ મોડ્યુલના લોન્ચિંગથી લઈને ઉતરાણ સુધી નવ મિનિટનો સમય લાગશે.
ક્રૂ એસ્કેપ જીવન બચાવશે
ઈસરોએ કહ્યું હતું કે ફ્લાઇટ ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન 1 ની તૈયારીઓ ચાલી રહી છે. આ ક્રૂ-એસ્કેપ સિસ્ટમ મિશનમાં કોઈ અપ્રિય ઘટનાના કિસ્સામાં અવકાશયાત્રીઓને બચાવવા માટે ઉપયોગી થશે. જો ટેક-ઓફ દરમિયાન મિશનમાં કોઈ ભૂલ થશે, તો સિસ્ટમ ક્રૂ મોડ્યુલ સાથે વાહનથી અલગ થઈ જશે, થોડા સમય માટે ઉડાન ભરશે અને શ્રીહરિકોટાથી 10 કિમી દૂર દરિયામાં ઉતરશે. તેમાં બેસેલા અવકાશયાત્રીઓને નેવી દ્વારા સમુદ્રમાંથી સુરક્ષિત પરત લાવવામાં આવશે.
ગગનયાન આવતા વર્ષે લોન્ચ થઇ શકે છે
ગગનયાન ભારતનું પ્રથમ અવકાશ મિશન છે, તેને આવતા વર્ષના અંત સુધીમાં અથવા 2025ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. 2024 માં માનવરહિત પરીક્ષણ ઉડાન હશે, જેમાં વ્યોમામિત્ર રોબોટ મોકલવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -