નવી દિલ્લીઃ નેહરુ-ગાંધી પરિવારના પૈતૃક શહેર અલહાબાદમાં કૉંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રિયંકા ગાંધી વાડ્રાના પોસ્ટર લગાવ્યા છે. જે વિવાદનું કારણ બન્યું છે. જેમાં પ્રિયંકાને દેવી દુર્ગાના અવતારમાં બતાવવામાં આવ્યા છે. ત્યારે અલહાબાદમાં લગાવામાં આવેલા આ પોસ્ટરને લઈને ભાજપે આપત્તી દર્શાવી છે. અને દેવી-દેવતાઓનું અપમાન થયાનું કહી માફીની માગ કરી છે.


કૉંગ્રેસ કાર્યકર્તાઓની હમેશાથી એવી માંગ રહી છે કે, કૉંગ્રેસની કમાન પ્રિયંકા ગાંધી સંભાળે, જ્યારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા એવું રાહુલ ગાંધી પક્ષની કમાન સંભાળે એવું ઇચ્છી રહ્યા છે.