નવી દિલ્લી: આતંકવાદી બુરહાન વાનીના એંકાઉંટરના બે દિવસ પછી પણ ઘાટીમાં વાતાવરણ તંગ છે. દક્ષિણ કશ્મીરમાં શોપિયાં, પુલવામા, કુલાગમ અને અનંતનાગમાં આજે કર્ફ્યુ જાહેર કરાયો છે. દરેક આલગતાવાદી નેતાઓને ઘરમાં નજરકેદમાં રાખવામાં આવ્યા છે. એક પણ જગ્યાએ હિંસા ન થાય તે માટે દરેક ખૂણે સુરક્ષાકર્મીઓ તૈનાત છે.


જે પ્રકારની હિંસા થઈ છે તે જોતા લાગે છે કે સુરક્ષાબળો માટે આવનારા દિવસોમાં કપરો સમય હશે.



કશ્મીરમાં હિંસામાં અત્યાર સુધી 23 લોકોના મોત થયા છે. જ્યારે 200થી વધારે લોકો ઘાયલ થયા છે. એક પોલીસ કર્મીએ પણ જીવ ગુમાવ્યો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. સરકાર સતત શાંતિની અપિલ કરી રહી છે પણ પરિસ્થિતિ સામાન્ય નથી થઈ રહી. અમરનાથ યાત્રા આજે ત્રીજા દિવસે પણ રોકાયેલી છે. ઈંટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે.

ગંભીરતાને જોતા જમ્મુ-કશ્મીર કેબિનેટે એક ઈમરજંસી મિટિંગ પણ બોલાવી હતી. જેમાં મુખ્યધારાની પાર્ટીઓ સાથે અલગતાવાદી નેતાઓને પણ શાંતિ જાળવવામાં તંત્રની મદદ કરવાની અપિલ કરવામાં આવી છે. આ મિટિંગમાં નિર્ણય લેવાયો કે સુરક્ષાબળોને સ્ટાંડર્ડ ઓપરેશન પ્રોસિજર્સ ફોલો કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.



પ્રદર્શનકારીઓએ પુલવામામાં પોલીસ વેનને જેલમ નદીમાં ધકેલી દીધી જેમાં એક પોલીસકર્મીનું મોત થયું છે.

હાંજીપોરામાં જે ત્રણ પોલીસ અધિકારીઓના અપહરણ કરવામાં આવ્યા તે અંગે હજી સુધી કોઈ જાણકારી મળી નથી.

અમરનાથ યાત્રામાં સતત ત્રીજા દિવસે રોકવામાં આવી છે. જેમાં 10 હજાર શ્રદ્ધાળુઓ ફસાયા છે.