Lal Krishna Advani Bharat Ratna: ભાજપના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. વડાપ્રધાન મોદીએ તેમના ટ્વીટમાં કહ્યું કે લાલકૃષ્ણ અડવાણી આપણા સમયના સૌથી આદરણીય નેતાઓમાંના એક છે અને તેમણે ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલકૃષ્ણ અડવાણીને પોતાના ગુરુ માને છે અને આ વાતનો ઉલ્લેખ અનેક પ્રસંગોએ કરી ચૂક્યા છે. અડવાણીએ ભાજપને આ તબક્કે લાવવામાં એટલું જ યોગદાન આપ્યું છે જેટલું નરેન્દ્ર મોદીની યાત્રામાં છે. 2002ના ગુજરાત રમખાણો દરમિયાન જ્યારે મોદી પર હુમલો થયો ત્યારે અડવાણી તેમના માટે ઢાલ બનીને ઊભા હતા.
અડવાણી કઇ રીતે બની ગયા હતા મોદીની ‘ઢાલ’
2002માં જ્યારે ગુજરાતમાં રમખાણો થયા ત્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા. કેન્દ્રમાં ભાજપની સરકાર હતી અને અટલ બિહારી વાજપેયી વડાપ્રધાન હતા. રમખાણો પછી વડાપ્રધાન વાજપેયી ગુજરાત ગયા અને મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને 'રાજધર્મ'નું પાલન કરવાની સલાહ આપી. જોકે અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદીનું રાજીનામું ઈચ્છતા હતા, પરંતુ લાલકૃષ્ણ અડવાણી તેની વિરુદ્ધ હતા.
કઇ રીતે જિન્ના સાથે જોડાયો વિવાદ ?
અડવાણીને પોતાના સિદ્ધાંતોને વળગી રહેનાર નેતા માનવામાં આવે છે. 2005માં જ્યારે તેમણે જિન્ના પર ભાષણ આપ્યું ત્યારે એક પક્ષે તેમને તેમનું નિવેદન બદલવાની સલાહ આપી, પરંતુ અડવાણી તેમની વાત પર અડગ રહ્યા અને નિવેદન બદલ્યું નહીં.
ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને અપાશે ભારત રત્ન, પીએમ મોદીએ કર્યુ ટ્વિટ
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, પૂર્વ ઉપપ્રધાનમંત્રી અને ગાંધીનગરના પૂર્વ સાંસદ લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરાશે. આ જાણકારી ખુદ પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને આપી છે.
પીએમ મોદીએ લખ્યું, મને જણાવતા ખુશી થાય છે કે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરાશે. તમેં તેમને વાત કરીને આ સન્માન બદલ અભિનંદન પાઠવ્યા છે. અમારા સમયના સૌથી સન્માનિત રાજનેતાઓ પૈકીના એક અડવાણીનું ભારતના વિકાસમાં અવિસ્મરણીય યોગદાન છે. તેમણે જમીન સ્તરેથી કામ શરૂ કર્યુ હતું અને ઉપપ્રધાનમંત્રીના રૂપમાં દેશની સેવા કરી. તેમણે ગૃહ મંત્રી અને સૂચના તથા પ્રસારણ મંત્રી તરીકે પણ ઓળખ બનાવી.
ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના સાતમા નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર, 1927ના રોજ એક હિન્દુ સિંધી પરિવારમાં કરાચી, પાકિસ્તાનમાં થયો હતો. તેમના પિતાનું નામ કિશનચંદ અડવાણી અને માતાનું નામ જ્ઞાની દેવી છે. તેમના પિતા વ્યવસાયે ઉદ્યોગસાહસિક હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ કરાચીની સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાંથી મેળવ્યું હતું. આ પછી તેઓ ડીજી નેશનલ સ્કૂલ, હૈદરાબાદ, સિંધમાં જોડાયા. ભાગલા સમયે તેમનો પરિવાર પાકિસ્તાન છોડીને મુંબઈમાં સ્થાયી થયો હતો. અહીં તેમણે બોમ્બે યુનિવર્સિટીની લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. તેમની પત્નીનું નામ કમલા અડવાણી છે. તેમના પુત્રનું નામ જયંત અડવાણી અને પુત્રીનું નામ પ્રતિભા અડવાણી છે.
અડવાણીએ 2002 અને 2004 ની વચ્ચે અટલ બિહારી વાજપેયીની સરકારમાં ભારતના સાતમા નાયબ વડા પ્રધાનનું પદ સંભાળ્યું હતું. આ પહેલા તેઓ 1998 થી 2004 દરમિયાન બીજેપીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)માં ગૃહમંત્રી રહી ચુક્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનારાઓમાં સામેલ છે. 10મી અને 14મી લોકસભા દરમિયાન તેમણે વિપક્ષના નેતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શરૂ કરી હતી. 2015 માં, તેમને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.